ડાંગ જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્નો પરત્વે જિલ્લાના વહીવટી તંત્રને સંવેદનશીલતા સાથે, નિયત સમય મર્યાદામાં જવાબ રજૂ કરવા બાબતે માર્ગદર્શન આપતા, ડાંગના ઈન્ચાર્જ કલેક્ટર બી.બી.ચૌધરીએ, પ્રજા પ્રતિનિધિઓના પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તે જરૂરી છે તેમ કહયું હતું. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિના બેઠકમાં ભાગ-૧ની ચર્ચા કરતાં, ઈન્ચાર્જ કલેક્ટરશ્રીએ સ્વૈચ્છિક સંસ્થાના રજુ થયેલા પ્રશ્ન અંગે પણ પ્રકાશ પાડ્યો હતો. દરમિયાન જિલ્લાની આરોગ્યની અને શિક્ષણની સ્થિતિ, એસ્પિરેશનલ બ્લોક-સુબીર, ખુલ્લા બોરવેલ, સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો, CM ડેશબોર્ડ અને PG પોર્ટલની અરજીઓ, સહિત ભાગ-૨ના નિયમિત મુદ્દાઓની પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500