Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, ચારને ઈજા

  • October 15, 2021 

સંઘ પ્રદેશ દમણના કચીગામ સ્થિત હોટલ ગિરિશ બાર એન્ડ રેસ્ટોરન્ટની સામે રાત્રીએ પૂરઝડપે દોડતી કારના ચાલકે પાછળની રીક્ષાને જોરદાર ટક્કર મારતા પલટી ગઇ હતી. રીક્ષામાં બેસેલા ત્રણ પેસેન્જર અને ચાલકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યા ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કચીગામ ચેકપોસ્ટ નજીક ગ્રીન લીફ રેસ્ટોરન્ટ નજીકના વળાંક પાસે ગત તા.13મી ની રાત્રીએ એક મારૂતિ સિયાઝ કાર નંબર જીજે/15/સીડી 5900નાં ચાલકે ખૂબજ ઝડપથી કાર હંકારી લાવીને રીક્ષાના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરથી રીક્ષા પલટી જતા આજુબાજુના લોકો દોડી આવી મદદ કરી હતી. જોકે રીક્ષામાં બેસેલા એક બાળક સહિત ચાર પેસેન્જરને નાની મોટી ઇજા પહોંચી હતી જેથી તમામને 108ની મદદથી મરવડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાથી રીક્ષા ચાલક રાજેશકુમાર શીવનારાયણ રાયને વધુ સારવાર અર્થે હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યા તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે દમણ પોલીસે કાર ચાલક મોહન સરમનભાઇ દાગોદરાની ધરપકડ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application