ગાંધીનગરનાં ઇડરનાં ભદ્રેશ્વર ગામનાં વૃદ્ધને પેટ્રોલ પંપની ડીલરશીપ આપવાના બહાને 26 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ઘટના અંગે ગાંધીનગર સાયબર પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, છેતરપિંડીનો ભોગ સાબરકાંઠાના ઈડર તાલુકાનાં ભદ્રેશ્વર ગામે રહેતા રૂપસિંહ બાપુસિંહ રાઠોડ તેમના પુત્ર દ્વારા ઈડર હિંમતનગર હાઇવે ઉપર એસ આર કંપનીનો પેટ્રોલ પંપ ચલાવવામાં આવતો હતો અને તેનું વેચાણ ઓછું થતું હોવાથી આ પંપ બંધ કરી દેવામાં આવ્યો હતો.
જેથી ઇન્ડિયન ઓઇલ કંપનીના પેટ્રોલ પંપની ડીલરશીપ લેવા માટે રૃપસિંહ દ્વારા ગૂગલમાં સર્ચ કરવામાં આવ્યું હતું. બાદમાં ઇન્ડિયન ઓઇલની ડીલરશીપ માટેનું ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. જેનાં થોડા દિવસ પછી ગઠીયાએ ફોન કરીને ડીલરશીપ માટે કેવાયસી ચેકીંગ માટેની મોબાઇલ મિટિંગ પણ કરાવી હતી. જે મિટિંગ પૂર્ણ થયા પછી તેમને ઈમેલ મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં કેવાયસી બરોબર હોવાનો ઉલ્લેખ કરી 12 લાખ ભરવાનો ઉલ્લેખ કર્યો હતો.
આથી ડીલરશીપ મેળવવા માટે રૂપસિંહે સાબરકાઠાં ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સિક્યુરિટી ડિપોઝીટ સહિત બહાના બતાવીને અજાણ્યા ગઠીયાએ રૂપસિંહ પાસે કુલ 25.99 લાખની રકમ ટ્રાન્ફર કરાવી લીધી હતી. છેલ્લે તેઓને ટ્રાન્સપોટેશન પેટે પણ રૂપિયા 1.20 લાખ જમા કરાવવાનો ઈમેલ મળ્યો હતો ત્યારે રૂપસિંહને કંઈક ગડબડ હોવાનું લાગ્યું હતું અને જેથી નજીકના પેટ્રોલ પંપમાં તપાસ કરતા આ ઈમેલ એડ્રેસ ખોટું હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500