Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં હાલ ઊંચા તાપમાનને કારણે વાવણીની કામગીરી પર અસર, જયારે કઠોળનું વાવેતર સાધારણ ઊંચુ રહ્યું છે

  • May 24, 2023 

વર્તમાન મોસમમાં ઉનાળુ પાકનો વાવેતર વિસ્તાર ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ 3.30 ટકા જેટલો સાધારણ નીચો રહ્યો છે. ગયા વર્ષનાં 19મી મે સુધીમાં 71.92 લાખ હેકટર વિસ્તારની સરખામણીએ વર્તમાન વર્ષના આગાળા સુધીમાં વાવેતર વિસ્તાર 69.97 લાખ હેકટર રહ્યાનું કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે. દેશમાં હાલમાં ઊંચા તાપમાનને કારણે વાવણીની કામગીરી પર અસર પડી હોવાનું માનવામાં આવે છે. કઠોળનું વાવેતર સાધારણ ઊંચુ રહ્યું છે, જ્યારે ચોખામાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે 30.28 લાખ હેકટરની સામે વર્તમાન મોસમમાં ચોખાનું વાવેતર સાત ટકા ઘટી 28.07 લાખ હેકટર વિસ્તાર રહ્યું છે.






કઠોળનું વાવેતર 19.09 લાખ હેકટરની સામે 19.81 લાખ હેકટર રહ્યું છે. કઠોળમાં લીલા ચણાની વાવણી વધી 16.33 લાખ હેકટર રહી હોવાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે. કડધાન્યમાં બાજરા, જુવારનો પાક વધુ લેવાયો છે, જ્યારે મકાઈમાં ઘટ જોવા મળી રહી છે. તેલીબિયાંનું વાવેતર સાધારણ નીચું જોવા મળી રહ્યું છે. ગયા વર્ષના 11.02 લાખ હેકટર વિસ્તાર સામે વર્તમાન વર્ષમાં આ આંક 10.17 લાખ હેકટર વિસ્તાર રહ્યો છે. મગફળીની વાવણી 5.46 લાખ હેકટર વિસ્તારની સામે ઘટી 4.94 લાખ હેકટર વિસ્તાર રહી છે. મગફળીના વાવેતરમાં 9.50 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application