Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખીરીમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : 8નાં મોત, અનેક લોકો ઘાયલ

  • September 28, 2022 

ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખીરીમાં આજે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં 8 લોકોનાં મોત નીપજ્યા હતા અને અનેક ઘાયલ થયા છે. જયારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, લખીમપુર ખીરી જિલ્લાનાં ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ખમરિયા પોલીસ ચોકી પાસે શારદા નદીનાં પુલ પર એક ખાનગી બસ અને ડઝનબંધ મુસાફરોને લઈ જતી ટ્રક સામસામે અથડાઈ હતી. તેના કારણે ખાનગી બસમાં બેઠેલા 8 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.




જ્યારે 25થી વધુ લોકોની હાલત ગંભીર છે. જયારે ધૌરહરાથી લગભગ 50 મુસાફરોને લઈને એક ખાનગી બસ સવારે 7:30 વાગ્યે લખીમપુર આવી રહી હતી. ત્યારે ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ખમરિયા પોલીસ ચોકી પાસે શારદા નદીનાં પુલ પર લખીમપુરથી બહરાઈચ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. જેથી બસ અને ટ્રક વચ્ચેની આ ટક્કર ખૂબ જ ભયંકર હતી. આ ઘટનાની જાણકારી મળતા જ મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટમાં ખસેડ્યા હતા. જિલ્લાનાં ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application