Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુરના માકડબન ગામે ખેડૂતની હત્યાના ગુનામાં કોર્ટે બે મહિલા સહિત અન્ય ત્રણ આરોપીઓને ત્રણ સજા ફટકારી

  • February 21, 2025 

ધરમપુરના માકડબન ગામે ખેડૂતની હત્યાના ગુનામાં કોર્ટે બંને આરોપી ભાઇઓને તકસીરવાર ઠેરવી સાત વર્ષની સાદી કેદની સજા તેમજ હત્યામાં સડોવાયેલી બે મહિલા સહિત અન્ય ત્રણ આરોપીઓને ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી છે. આ કેસની વિગત એવી છે કે, માકડબન ગામે રહેતા જાનુભાઈ બાબલુભાઈ બોબા (ઉ.વ.૪૫)ના તુવેરના ખેતરમાં ગત તારીખ ૨૦-૮-૧૫એ સવારે પાડોશમાં રહેતા સગા ભાઇ છોટુ બાબલુ બોબા અને ભાયલ બાબલુ બોબાની માલિકીના ૮ બકરાઓ ઘૂસી ગયા હતા.


જે અંગે જાનુભાઈની પત્ની કાકડબેનને જાણ થતાં તેમણે બકરાઓને બહાર કાઢવા કહ્યું હતું. જેથી તેમના પુત્ર રમેશે કરેલા પથ્થર મારામાં એક બકરાના માથાના ભાગે પથ્થર લાગતા તેનું મૃત્યુ થયું હતું. જે અંગેની જાણ થતાં છોટુ બાબલુ બોબા, ભાયલ બાબલુ ભોયા તેમના સાગરીતો લક્ષુ દેવજી વળવી, ગીતા લઘુ વળવી અને લીલા ધીરૂ વળવી (તમામ રહે.જામનપાડા ફળિયું, માકડબન) જાનુભાઈના ઘરે દોડી જઈ ગાળાગાળી કર્યા બાદ મારામારી પર ઉતરી પડયા હતા. પાંચેય આરોપીઓ લાકડા વડે જાનુભાઈ અને તેમના પુત્ર રમેશ પર તૂટી પડયા હતા અને બંનેને ઢોરમાર માર્યો હતો. જ્યાં જાનુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી બેભાન થઈને ઢળી પડ્યા હતાં.


ગંભીર રીતે ઇજાગ્રસ્ત જાનુભાઈને ૧૦૮-માં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડાયા હતા. અહીં તેમની હાલત કટોકટ બનતા, સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી. જે અંગેનો ધરમપુરના એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ડી.જી.પી. અનિલભાઈ ત્રિપાઠીની દલીલોને ચાહ્ય રાખી ધરમપુરના એડિશનલ સેશન્સ જજ એમ.એ. મિર્ઝાએ આરોપીઓ છોટુ બોબા અને ભાયલ બોબાને હત્યાના ગુનામાં તકસીરવાર ઠેરવી ૭ વર્ષની સાદી કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ.૫,૦૦૦નો દંડ તથા દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા કરી છે. અન્ય ૦૩ આરોપીઓ લક્ષુ વળવી, લીલા વળવી અને ગીતા વળવીને ૩ માસની સાદી કેદની સજા અને રૂ.૧૦૦૦ દંડ તથા જો દંડ ન ભરે તો વધુ ૧૦ દિવસની સજા ભોગવવાનો હુકમ કોર્ટે કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application