Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓના કોર્ટે 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા

  • October 13, 2024 

સુરત જિલ્લાનાં માંગરોળ બનેલ ઘટના સામૂહિક દુષ્કર્મ કેસના ત્રણેય આરોપીઓનું ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે ફરાર ત્રીજા આરોપીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સુરત લઇ જવાયો હતો અને પછી કોર્ટ સામૂહિક દુષ્કર્મ કેસના ત્રીજા આરોપી રામસજીવન ઉર્ફે રાજુને સુરત ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે ટેલિફોનિક વાતચીત સહિતના પુરાવા માંગ્યા હતા. સરકારી વકીલે વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓના કેટલાક એફએસલના પુરાવા તથા ઓળખ પરેડ તેમજ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી કરવાની છે. આ ઉપરાંત મેડિકલ પુરાવા અને મોટરસાઇકલ અંગે પૂછપરછ કરવાની છે. હાલમાં આરોપીઓ વિરૂદ્ધ કેટલાક પુરાવા મળ્યા છે. ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમણે 20થી વધુ ગુના કર્યા છે. જે અંગે પણ તપાસ કરશે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીએ બાઇકના માલિક તન્વીર સાથે વાતચીત કરી હતી, અને દુષ્કર્મ આચર્યું હોવાની વાત કરી હતી. આ વાતચીતને તન્વીરે રેકોર્ડ કરી લીધી હતી. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ત્રણેય જણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. જેથી રિમાન્ડ દરમિયાન આરોપી રામસજીવન ઉર્ફે રાજુનો વોઇસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે. અને આ પોલીસ માટે એક મહત્વનો પુરાવો પણ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application