બિહારના મુજફ્ફરપુરમાં બાગમતી નદીમાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં સ્કુલના બાળકોને લઈને જતી એક બોટ નદીમાં પલ્ટી ગઈ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, બોટમાં 30થી વધુ બાળકો હતા. અત્યાર સુધીમાં 20 બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 10 હજુ પણ લાપતા છે. આ ઘટનાને પગલે NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તેમજ બાગમતી નદીમાં રેસ્ક્યું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય ગાયઘાટ અને બેનીબાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જયારે પાણીના જોરદાર પ્રવાહના કારણે બોટનું સંતુલન બગડી જતા બોટ નદીમાં પલટી ગઈ હતી. આ દુર્ઘટના મધુરપટ્ટી ઘાટ પાસે બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બોટમાં કેપેસિટી કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા. સ્થાનિક મરજીવા દ્વારા લાપતા બાળકોની શોઘખોળ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application