ઉત્તરપ્રદેશનાં બાંદામાં વીજ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં એક મજૂરનું વીજળી બિલ 1.72 લાખ આવ્યું છે. મજૂરે મીટરની ખોટી રીડિંગ લખીને બિલ મોકલવાનો આરોપ લગાવ્યો છે અને અધિકારીઓ પર તપાસની માંગ કરી છે. આ મામલો શહેર કોતવાલી વિસ્તારનાં મર્ડન નાકાનો છે. ત્યાંના રહેવાસી હસીબે જણાવ્યું કે, તે એક નાની વેલ્ડિંગની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની દિવસભરની આવક 400થી 500 રૂપિયા છે. તેણે બે વર્ષ પહેલા વિભાગમાંથી બે કિલોવોટનું કોમર્શિયલ કનેક્શન લીધું છે.
છેલ્લા બે વર્ષથી દર મહિને અંદાજે 800થી 1000નું બિલ આવતુ હતું. પરંતુ મીટર રીડરે તેનું બે મહિનાનું રીડિંગ ખોટું લઈ બિલમાં વધારો કર્યો હતો. તેમજ 86-86 હજારનું બે વખત બિલ મોકલાવ્યું. ત્યારબાદથી તે વિજળી વિભગના ચક્કર લગાવી રહ્યો છે. જેના કારણે તેનો કામ-ધંધો પણ બંધ થઈ ગયો છે. આ દરમિયાન દુકાનની બહાર લગાવેલું મીટર પણ ચોરી થઈ ગયુ છે. તેમણે મીટર રિડર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. આ મામલે એસ.ડી.ઓ.એ જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓનાં આદેશ બાદ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પીડિતાને બોલાવવામાં આવ્યો છે અને તેના કાગળો જોઈને તપાસ કરવામાં આવી રહી છે.
ટૂંક સમયમાં તેમની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. આ મામલે વીજળી વિભાગનાં ચીફ એન્જિનિયર સુનીલ કપૂરે જણાવ્યું કે, આ મામલો સંજ્ઞાન હેઠળ છે. સ્થળ પર એક ટીમને તપાસ માટે મોકલવામાં આવી છે. તેમનું બિલ અચાનક વધુ આવી ગયુ છે. તપાસ બાદ તેમની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. તેમણે ગ્રાહકોને અપીલ કરી છે કે, જો કોઈને આવી સમસ્યા હોય તો તેઓ તાત્કાલિક 1912માં ફરિયાદ નોંધાવે. તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500