ભરૂચ સબજેલનાં કેદીઓને બહાર નિકળ્યાં બાદ જીવનને નવી દિશા તરફ લઇ જવા માટે તેમજ સ્વરોજગારીથી પોતાના અને પરિવારનાં જીવન નિર્વાહ કરી શકે તે માટે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેમને કવર, પરબિડીયું, તેમજ ફાઇલ બનાવવાની તાલીમ પણ આપવામા આવશે. બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા (આર-સેટી) દ્વારા કૌશલ્ય વિકાસ માટે સબજેલના કેદી લાભાર્થીઓ માટે તાલીમનું આયોજન કરાયું હતું. વિવિધ ગુનાઓમાં સબજેલમાં આવેલાં કેદીઓ જ્યારે બહાર નિકળે ત્યારે તેઓ જાતે પગભર બનીને પોતાનું અને પરિવારનું ભરણ પોષણ કરવામાં સક્ષમ બને તે માટે તેમને વિવિધ પ્રકારની વસ્તુ બનાવવાની તાલીમ આપવા માટેના પ્રયાસના ભાગરૂપે જેલર એન આર રાઠોડના સહાનુભૂતિથી, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના (આર-સેટી) દ્વારા કૌશલ્ય વિકાસ અને ભવિષ્યમાં કેદી લાભાર્થીઓને આવક વધારવા માટે સબ જેલ ભરૂચ ખાતે કવર, પરબિડીયું અને ફાઇલ બનાવવાની તાલીમનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૬૪મું સફળ અંગદાન
April 12, 2025નિઝરનાં બોરદા ગામની સીમમાં અજાણ્યા વાહન અડફેટે યુવકનું મોત
April 12, 2025