Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસ એસ રાજામૌલીને RRRનાં દિગ્દર્શન માટે સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર

  • December 05, 2022 

બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરનારી દિગ્દર્શક એસ એસ રાજામૌલીની ફિલ્મ RRR હવે ઓસ્કાર એવોર્ડની દિશા તરફ જઇ રહી છે. શુક્રવારે RRRનાં દિગ્દર્શક એસ.એસ.રાજામૌલીને એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. જે ફિલ્મને ઓસ્કાર એવોર્ડસ તરફ લઇ જશે તેમ માનવામાં આવી રહ્યું છે. ફિલ્મ RRRએ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવવા માટે પ્રથમ સોપાન ચડયું છે. શુક્રવારે ફિલમનાં  દિગ્દર્શક એસ એસ રાજામૌલીને RRRનાં દિગ્દર્શન માટે ન્યૂટોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ન્યુયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ પુરસ્કારની સ્થાપના 1935માં થઇ હતી. આ અમેરિકાનું સૌથી જુનુ ક્રિટિક્સ હ્રુપ છે.




જેમાં અમેરિકાનાં ઘણા ટોચનાં અખબારો, મેગેઝિનો અને વેબસાઇટ સામેલ છે. આ આંતરાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનું આયોજન આવતા વરસે 2023ની જાન્યુઆરીમાં થશે. ફિલ્મ RRRએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. તેને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ આ ફિલ્મને બેસ્ટ પિકચર, બેસ્ટ દિગ્દર્શક, બેસ્ટ અભિનેતા જુનિયર એનટીઆર અને રામચરણ, બેસ્ટ સહાયક અભિનેતા અજય દેવગણ, બેસ્ટ સહાયક અભિનેત્રી આલિયા ભટ્ટ સહિત RRRને ઓસ્કાર એવોર્ડ, 2023માં 14 કેટેગરીઝમાં નોમિનેટ કરવામાં આવ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application