ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ મીડિયા વિભાગના સભ્યોનાં ઝોન વાઇઝ પ્રદેશના ૧૯ સભ્યોનાં નામની જાહેરાત કરાઈ હતી, જેમાં બારડોલીમાં રહેતા અને ભાજપની વિચારસરણીને વરેલા તેજસભાઈ વશીની નિમણૂક કરતાં પક્ષના અગ્રણીઓ, મિત્રમંડળ અને ઇલેક્ટ્રિક-પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓમાં ખુશી છવાઈ ગઈ હતી.
ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા શનિવારે ભાજપા પ્રદેશ મીડિયા વિભાગના ૧૯ સભ્યોના ઝોન વાઇઝ પ્રદેશ સભ્યોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લા ના બારડોલી નગરમાં રહેતા અને છેલ્લાં ૧૫ વર્ષથી ભાજપની વિચારધારાને વરેલા તેજસભાઈ સુરેશભાઈ વશીની વરણી કરવામાં આવી હતી. જેમને સુરત જિલ્લાના સભ્ય બનાવવામાં આવ્યા છે. ભાજપ સંગઠન દ્વારા અગાઉ સોંપવામાં આવેલી દરેક કામગીરી તેમણે સુપેરે પાર પાડી છે.
અત્યાર સુધી બારડોલી નગર સંગઠનમાં બે ટર્મ થી કારોબારી સભ્ય, ચૂંટણી ઇનચાર્જ, વોર્ડ પ્રભારી, પેજ પ્રમુખ ની કામગીરી, પ્રાથમિક સભ્ય,અને સક્રિય સભ્ય, નોંધણી, તેમજ તાજેતર માં ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીની કામગીરીમાં પણ સહયોગ આપ્યો છે. તેમના હસમુખા અને મિલનસાર સ્વભાવને કારણે તેઓ ભાજપના તમામ હોદ્દેદારોમાં પણ જાણીતા છે. ત્યારે તેમની વરણીને ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી.આર.પાટીલ , સુરત જિલ્લા ભાજપ પ્રમુખ, સંદીપ દેસાઈ, સુરત જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ પટેલ,સુરત જિલ્લા ભાજપના મહામંત્રી, દીપક વસાવા, બારડોલી લોક સભા ના સાંસદ પ્રભુ વસાવા, સિનિયર કેબિનેટ મંત્રી ગણપત વસાવા,બારડોલીના પનોતા પુત્ર અને કેબિનેટ મંત્રી ( સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ) કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર, સુરત જિલ્લા પંચાયત ના પ્રમુખ ભાવેશ પટેલ, બારડોલી નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધી, બારડોલી નગર ભાજપ મહામંત્રી જગદીશ પટેલ અને ,આનંદ જૈન, જિલ્લા સંગઠન તેમજ નગર સંગઠનના હોદ્દેદારો,પદાધિકારીઓ, મિત્રમંડળ, ઇલેક્ટ્રિક અને-પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ તેમજ શુભેરછકોએ અભિનંદન પાઠવ્યાં હતાં...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
April 29, 2025નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
April 29, 2025