ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં ફાયરમેન તરીકે ફરજ બજાવતા ૩૦ વર્ષીય વિપુલ વસાવા સાથે ગત તા.૩૦-૦૧-૨૦૨૫ ના રોજ તેના અજાણી મહિલા સાથેના ન્યૂડ ફોટા મોકલાવી પૈસાની માંગણી કરવાનો બનાવ બન્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિપુલ વસાવા (હાલ રહે.જીએસઈસીએલ કોલોની, ઉકાઈ) ગત તારીખ ૩૦-૦૧-૨૦૨૫ નારોજ પોતાના રૂમમાં હતા. ત્યારે સવારે ૮:૨૧ કલાકે તેના મોબાઈલ નંબરના પર પહેલા રૂા.૩૬૦૦ અને ત્યારબાદ રૂ.૧૩૩૨નું પેમેન્ટ કરવા માટે હેલ્લો તથા ગુડ મોર્નિંગ સાથેનો મેસેજ +૯૨૩૪૨૧૬૯૮૯૫૭ નંબર પરથી આવ્યો હતો.
ત્યારબાદ વિપુલ વસાવાના સરનામા, તેનો ફોટો પાનકાર્ડ, આધારકાર્ડ તથા મોબાઈલ ફોનના કોન્ટેક્ટ લિસ્ટ સાથેનો મેસેજ પણ આવ્યો હતો. પૈસા તાત્કાલિક ઓનલાઈ ન મોકલો નહીં તો તમારા પરિવારનો સંપર્ક કરીશું તેવુ વ્હોટસએપના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સામેથી અજાણી મહિલા અને પુરુષના નગ્ન ફોટા મોકલાવી તારા આવા નગ્ન ફોટા ૧૦ મિનિટમાં વાયરલ કરીશું તેવી ધમકી આપવામાં આવી હતી. ત્યાર પછી તે જ દિવસે બપોરે ૨: ૩૪ કલાકે ફાયરમેનના કોઈ અજાણી મહિલા સાથેના મોર્ફ કરેલા નગ્ન ફોટા મોકલવામાં આવ્યા હતા. તેથી વિપુલ વસાવાએ તે દિવસે સાઈબર ક્રાઈમની વેબસાઈટ પર ઓનલાઈન ફરિયાદ કરી હતી. તે બનાવ અંગે પાછળથી ઉકાઈ પોલીસ મથકે નગ્ન ફોટા મોકલી પૈસાની માંગણી કરનાર અજાણ્યા ઇસમ સામે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500