વર્ષ-2022ના નવા વર્ષના પ્રારંભે વિશ્વની વસ્તી 7.8 અબજ નોંધાશે એમ અમેરિકાના સેન્સસ બ્યુરોએ બહાર પાડેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું. આ આંક સ્પષ્ટ સંકેત કરે છે કે ગત વર્ષ દરમિયાન પૃથ્વીની વસ્તીમાં 7.4 કરોડ લોકોનો ઉમેરો થયો હતો જે 0.9 ટકાનો વૃદ્ધિદર સૂચવે છે. નવા વર્ષથી વિશ્વમાં પ્રત્યેક સેકન્ડે 4 બાળકોનો જન્મ થશે જેની સામે બે લોકોના મોત થશે, અર્થાત જન્મ-મરણ વચ્ચેનો ગુણોત્તર 4:2નો રહેશે એમ સેન્સ બ્યુરોની માહિતીમાં અંદાજ રજૂ કરાયો હતો.દરમિયાન ગત વર્ષ અમેરિકાની વસ્તીમાં 7 લાખ 7 હજાર લોકોનો ઉમેરો થયો હતો જેથી અમેરિકાની કુલ વસ્તી 33.24 કરોડને પાર થઇ જશે. ગત વર્ષ દરમિયાન અમેરિકાની વસ્તીમાં 0.2 ટકાનો વૃદ્ધિદર નોંધાયો હતો. નવા વર્ષથી અમેરિકામાં પ્રત્યેક 40 સેકન્ડે જન્મ દ્વારા અને વિદેશો માંથી આવતા લોકોના માઇગ્રેશન દ્વારા એક વ્યક્તિનો ઉમેરો થશે. ઉલ્લેખનીય છે કે, વસ્તીની દૃષ્ટિએ ચીન બાદ ભારત 1.30 અબજના આંક સાથે બીજા ક્રમે આવે છે જે વિશ્વની કુલ વસ્તીના 16.50 ટકા જેટલી થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application