Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લગ્નસરાની મોસમ પૂરજોશમાં શરૂ થતાં ફૂલોની માંગમાં જોરદાર વધારો : તાજા ફૂલોનાં ભાવમાં 100 ટકા વધારો

  • November 24, 2022 

વર્તમાન વર્ષમાં લગ્નસરાની મોસમ પૂરજોશમાં શરૂ થતાં વિવિધ ચીજવસ્તુની સાથે સજાવટ માટેના ફૂલોની માગમાં પણ જોરદાર વધારો થયો છે, જેને પરિણામે તાજા ફૂલોના ભાવમાં 100 ટકા વધારો થયો છે. ફૂલોનાં વાર્ષિક વેચાણમાં 75 ટકા ફૂલ લગ્ન સમારંભોમાં વપરાતા હોવાનો અંદાજ છે. તાજેતરનાં વર્ષોમાં તાજા ફૂલ ખર્ચાળ બની જતા લગ્ન સમારંભોમાં સજાવટ માટે તાજા ફૂલની સાથે કૃત્રિમ ફૂલોનો પણ વપરાશ વધી ગયો હોવાનું એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.  ભારતની આશરે 50 અબજ ડોલરની વેડિંગ માર્કેટ  કોરોનાની અસર બાદ વર્તમાન વર્ષમાં રિબાઉન્ડ થઈ છે અને નવેમ્બર 2022થી ફેબુ્રઆરી 2023નાં ગાળામાં દેશભરમાં અંદાજે 32 લાખ લગ્નો યોજાવાના હોવાની ધારણાં મુકાઈ રહી છે.




ગયા વર્ષે આ ગાળામાં 25 લાખ લગ્નો યોજાયા હતા. ગયા વર્ષે રૂપિયા 3 લાખ કરોડની સરખામણીએ વર્તમાન વર્ષમાં લગ્નો પાછળ રૂપિયા 3.75 લાખ કરોડ ખર્ચાવાના હોવાની પણ ધારણાં મૂકવામાં આવી રહી છે. દેશમાં સૌથી વધુ લગ્નો ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યા છે.  કોરોના બાદ લગ્ન જેવા સમારંભોમાં મહેમાનોની યાદી પર કાપ મુકાઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. મહેમાનોની પસંદગીમાં યજમાનો એકદમ ચુસ્ત બની ગયા છે, એમ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application