ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જ્યાં શહેરના બાંસમંડીના કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં 800 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં અબજો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. મળતી માહિતી પ્રમાણે શહેરના બાસમંડીમાં આવેલા હમરાજ કોમ્પ્લેક્સમાં સવારે 1.30 કલાકે બની હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. સમયે ઘટનાની જાણ થતાં, આર્મી, એરફોર્સ, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ચાર્જ સંભાળ્યો હતો. આગ પર કાબૂ મેળવવા માટે લગભગ 50 ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.
જયારે કોમ્પ્લેક્સમાં મોટાભાગની કપડાની હોલસેલની દુકાનો હતી. આ અકસ્માતમાં પાંચ કોમ્પ્લેક્સ આગથી બળીને ખાખ થઈ ગયા છે. એક અંદાજ મુજબ 10 અબજથી વધુનું નુકસાન થયું છે. આ યુપીનું સૌથી મોટું રેડીમેડ હોલસેલ માર્કેટ છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા હજુ પણ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. કાનપુરના કમિશનર સ્થળ પર પહોંચ્યા હતા. હાજર આજુબાજુના જિલ્લાઓમાંથી પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર પવનને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. એરફોર્સ, આર્મી, સીઓડી, ઓર્ડિનન્સના વાહનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ ટૂંક સમયમાં કાબૂમાં આવે તેવી શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500