Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાર્વર્ડ લૉ સ્કુલમાં સેકન્ડ યરની ભારતીય-અમેરિકી વિદ્યાર્થિની ‘અપ્સરા અય્યર’ને પ્રતિષ્ઠિત હાર્વર્ડ લૉ રિવ્યુનાં અધ્યક્ષ પડે પસંદગી

  • February 07, 2023 

હાર્વર્ડ લૉ સ્કુલમાં સેકન્ડ યરની ભારતીય-અમેરિકી વિદ્યાર્થિની અપ્સરા અય્યરને પ્રતિષ્ઠિત હાર્વર્ડ લૉ રિવ્યુના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. લૉ રિવ્યુના 136 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય મૂળની મહિલાએ આ પદ સંભાળ્યુ છે. હાર્વર્ડ લૉ સ્કુલના અંતર્ગત સંચાલિત થનારી લૉ રિવ્યુ એક એવી સંસ્થા છે, જે કાયદા ક્ષેત્રમાં પ્રકાશિત થનારા જનકલના લેખોની સમીક્ષા અને પસંદગીનું કામ કરે છે. આની સ્થાપના વર્ષ 1887માં થઈ હતી. 'ધ હાર્વર્ડ ક્રિમસન' એ પોતાના એક રિપોર્ટમાં કહ્યુ છે કે અપ્સરા અય્યરને હાર્વર્ડ લૉ રિવ્યુના 137મા અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા.





હાર્વર્ડ લૉ રિવ્યુના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા મુદ્દે અપ્સરા અય્યરે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે લૉ રિવ્યુ અધ્યક્ષ તરીકે તેમનો હેતુ લેખોની સમીક્ષા અને પસંદગીની પ્રક્રિયામાં વધુ સંપાદકોને સામેલ કરવા અને ઉચ્ચ ગુણવત્તા વાળા કાર્ય માટે પ્રકાશનની પ્રતિષ્ઠાને જાળવી રાખવાનો છે. અપ્સરા અય્યર પહેલા આ પદ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રુથ બેડર જિન્સબર્ગ અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ રહી ચૂક્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application