સોશ્યલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મુકનારા વ્યક્તિને પાંચ વર્ષની જેલની સજાની જોગવાઈના કાયદા પર કેરાલાના ગર્વનર આરિફ મહોમ્મદ ખાને મંજુરીની મહોર મારી દીધી છે.
જોકે કેરાલા સરકારનો નવો કાયદો કોંગ્રેસને ગમ્યો નથી અને પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમે કહ્યુ છે કે, આ પ્રકારના કાયદાથી મને હેરાની થાય છે અને સોશ્યલ મીડિયા પર માત્ર એક કહેવાતી અપમાનજક પોસ્ટ માટે વ્યક્તિને પાંચ વર્ષની સજા થઈ શકે તે બાબત હેરાન કરનારી છે.
કેરાલામાં વિપક્ષ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરાઈ રહ્ય છે.તેમનુ કહેવુ છે કે, આ પ્રકારનો કાયદો લાવીને અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવામાં આવી રહી છે.કેરાલાની ડાબેરી સરકારે ગયા વર્ષે જ કાયદામાં સુધારો કરીને આ જોગવાઈને તેમાં સામેલ કરવા માટે મંજૂરી આપી દીધી હતી.એ પછી આ સુધારો મંજૂરી માટે રાજ્યપાલ સમક્ષ ગયો હતો.
નવા કાયદા પ્રમાણે જો કોઈ વ્યક્તિ સોશ્યલ મીડિયાના માધ્યમથી કોઈને પણ અપમાનિત કરવાના કે બદનામ કરવાના ઈરાદાથી કોઈ પોસ્ટ મુકશે તો તેને જેલ અને દંડ બંને થશે.
જોકે પહેલા મીડિયામાં પાંચ વર્ષની જેલની સજાની જાણકારી અપાઈ હતી અને હવે સરકાર ત્રણ વર્ષની સજા કહી રહી છે.જોકે કેરાલા સરકારે આ કાયદાનો બચાવ કરતા કહ્યુ છે કે, સોશ્યલ મીડિયાના વધતા જતા દુરપયોગના કારણે આ કાયદો લાવવામાં આવ્યો છે.નાગરિકોની પ્રાઈવસીને પણ મોટો ખતરો ઉભો થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500