અમેરિકાનાં ત્રણ અર્થશાસ્ત્રીઓ બેન બર્નાનકે, ડગલસ ડાયમંડ અને ફિલિપ ડાઈબવિંગને 2022નાં વર્ષનું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત નોબેલ સમિતિએ કરી હતી. આ ત્રણેય અર્થશાસ્ત્રીઓએ આર્થિક કટોકટી સામે લડવાની પદ્ધતિનો અને બેકિંગ સિસ્ટમનો અભ્યાસ કર્યો હતો. નોબેલ સમિતિએ અર્થશાસ્ત્રના નોબેલની જાહેરાત કરી હતી. બેકિંગ સિસ્ટમ અને અર્થતંત્રને તૂટતા બચાવવા માટે ખાસ પદ્ધતિ આપનારા ત્રણ અમેરિકન અર્થશાસ્ત્રીઓને 2022નું અર્થશાસ્ત્રનું નોબેલ આપવાની જાહેરાત થઈ હતી.
જોકે 1980નાં દશકામાં આ અર્થશાસ્ત્રીઓએ બેકિંગ સિસ્ટમ અને અર્થતંત્રનો અભ્યાસ કર્યો હતો. ખાસ તો બેકિંગ સિસ્ટમ પડી ભાંગે તો દેશની અર્થવ્યવસ્થા સામે કેવા પડકારો સર્જાઈ શકે અને તેનાથી બચવા માટે કેવા પગલાં ભરવા જોઈએ તે બાબતે આ ત્રણેય અર્થશાસ્ત્રીઓએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. જયારે 68 વર્ષના બેન એસ. બર્નાનકે અમેરિકન ફેડરલ રિઝર્વના વડા હતા. તેમણે 1980નાં દશકામાં અમેરિકાની 1930ની મહામંદીના સંદર્ભમાં બેંકિંગ સિસ્ટમનું મૂલ્યાંકન કર્યું હતું. બેકિંગ સિસ્ટમમાં સમાજની કેવી અને કેટલી ભૂમિકા છે, લોકો અરાજકતામાં બેંકમાંથી રકમ ઉપાડવા લાગે તો કેવી સ્થિતિ સર્જાઈ શકે તેનો વિગતવાર અભ્યાસ કરીને બેકિંગ સિસ્ટમનું દેશના અર્થતંત્ર કેટલું અને કેવું મહત્ત્વ છે દર્શાવ્યું હતું.
તેવી જ રીતે શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ડગલસ ડાયમંડ અને તે વખતે યેલ યુનિવર્સિટીનાં પ્રોફેસર ફિલિપ ડાઈબવિંગે સંયુક્ત રીતે ડાયમંડ-ડાઈબવિંગ મોડેલ રજૂ કર્યું હતું. એમાં પણ બેકિંગ સિસ્ટમની સમાજ પર પડતી અસરો અંગે વિગતવાર સમજ અપાઈ હતી. દેશમાં આર્થિક કટોકટી સર્જાવાની શક્યતા હોય અને બેંક બંધ થાય તેવી અફવાઓ ચાલે તો તેને કેવી રીતે ઉકેલી શકાય-તે બાબતે બંનેએ જે મોડેલ રજૂ કર્યું હતું તેની અમેરિકા સહિત વિશ્વભરમાં વ્યાપક અસર થઈ હતી. બેકિંગ સિસ્ટમ પર ત્રણેય અર્થશાસ્ત્રીઓના પ્રદાનને ધ્યાનમાં રાખીને સમિતિએ તેમને અર્થશાસ્ત્રનું નોબેલ આપવાની જાહેરાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500