સુરત શહેરના કતારગામ વિસ્તારના ૬૭ વર્ષના વૃધ્ધે સાયણમાં તેનાં ભત્રીજાના ઘરે આવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતુ. મુળ અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના વતની પ્રેમજીભાઈ બાબુભાઈ ભિકડીયા (ઉ.વ.૬૭) હાલમાં સુરત શહેરના કતારગામની તૃપ્તિ સોસાયટીમાં રહેતા હતાં. તેમની દિકરીનું પાંચ મહિના પહેલા અવસાન થતાં તે સમયથી પ્રેમજીભાઈ માનસિક તણાવમાં રહેતા હતાં. જયારે મકાનનું લે-વેચ અને બાંધકામ કરતાં મૃતક પ્રેમજીભાઈનો ભત્રીજો કિશોરભાઈનું સાયણ ટાઉનની અનુપમ સોસાયટીમાં ઘર નં-૧૩ ખાલી હોવાથી વૃદ્ધ અવાર- નવાર ત્યાં માઈન ફ્રેશ કરવા આવતાં હતાં.
ગત રવિવાર તા.૧૨ ના રોજ પ્રેમજીભાઈ સવારના સુમારે ભત્રીજાના સાયણ મુકામેના ઘરે આવ્યા હતાં. આ દરમ્યાન તેમણે સવારે-૧૦ થી રાત્રે -૮:૨૫ કલાકના સમય દરમ્યાન ઘરના ટોયલેટમાં બારી સાથે દોરીનો એક છેડો બાંધી બીજો છેડો પોતાના ગળામાં બાંધી પોતાની જાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રાત્રે તેઓ ફરી સુરત ખાતેના ઘરે ન પહોંચતાં પરિવારે સાયણ આવી તપાસ કરતાં આ મામલાની જાણ થઈ હતી. આ બાબતે મૃતકના ભત્રીજા કિશોરભાઈએ તેનાં કાકાએ માનસિક તણાવમાં આવી જઈ આત્મહત્યા કરી હોવાની જાણ ઓલપાડ પોલીસને કરી હતી. ઘટના પગલે સાયણમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેથી હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application