Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકન અભિનેતા ક્રિશ્ચિયન ઓલિવર અને તેમની બે પુત્રીઓનું વિમાન દુર્ઘટનામાં મોત નિપજ્યું

  • January 07, 2024 

ટોમ ક્રૂઝ અને જ્યોર્જ ક્લુની સાથે ફિલ્મોમાં અભિનય કરનાર જર્મન-અમેરિકન અભિનેતા ક્રિશ્ચિયન ઓલિવરનું તારીખ 5 જાન્યુઆરીએ કેરેબિયન ટાપુના કિનારે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં તેની બે પુત્રીઓનું પણ મોત થયું હતું. રોયલ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ પોલીસ ફોર્સે જણાવ્યું હતું કે, સેન્ટ લુસિયા જવાના માર્ગે ટેકઓફ કર્યા પછી તરત જ વિમાનને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેના પરિણામે સમુદ્રમાં દુર્ઘટના થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 51 વર્ષીય ઓલિવર અને તેમની પુત્રીઓ સિંગલ-એન્જિન પ્લેનમાં સવાર હતા જેણે સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સના બેક્વિઆ આઇલેન્ડ એરપોર્ટથી લગભગ 12:10 વાગ્યે ઉડાન ભરી હતી. આ ઘટના બાદ, ઓલિવર, જેમણે તાજેતરમાં આગામી ફિલ્મ ‘ફૉરએવર હોલ્ડ યોર પીસ’નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ ફિલ્મના દિગ્દર્શક નિક લિયોન અને સહ કલાકાર બાઈ લિંગે શ્રદ્ધાંજલિ આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application