Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ક્રિસમસની રજા આવતાં લોકો જમ્મુ-કશ્મિર, લેહ-લદાખ, હિમાચલપ્રદેશ અને દક્ષિણમાં કેરળમાં પ્રવાસ કરવાનું પસંદ કરતાં વિમાની કંપનીઓએ ભાડાં વધાર્યા

  • December 13, 2023 

ડિસેમ્બરનાં છેલ્લાં અઠવાડિયામાં જો હિમાચ્છાદિત શિખરોની વચ્ચે વેકેશન ગાળવાની ઇચ્છા હોય તો વિમાન પ્રવાસ માટે 21 હજાર કે તેથી વધુનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. વેકેશનગાળાને લીધે મુંબઈથી શ્રીનગર, લેહ માટેના ટિકીટદરમાં ચાર ગણો વધારો થયો છે. ડિસેમ્બર આમ તો પર્યટનનો મહિનો ગણાય છે. મહિનાના અંતમાં સ્કૂલોમાં ક્રિસમસની રજા આવતાં લોકો જમ્મુ-કશ્મિર, લેહ-લદાખ, હિમાચલ પ્રદેશ તેમજ દક્ષિણમાં કેરળમાં મિત્ર-પરિવાર સાથે પ્રવાસ કરવાનું પસંદ કરતાં હોય છે. આથી આ વિસ્તારોમાં પર્યટકોની ભીડ જામતી હોય છે.


મુંબઈથી ગોવા જનારાઓની સંખ્યા પણ વધુ હોય છે. આથી આ માર્ગની ફ્લાઈટની ટિકીટ પણ મોંઘી થઈ છે. ડિસેમ્બર ગોવા માટે 'કાર્નિવલ' મહિનો ગણાય છે. મુખ્યત્વે છેલ્લાં અઠવાડિયામાં લોકોના ટોળેટોળાં ગોવામાં ઉમટતાં હોય છે. આથી નાતાળ પૂર્વે 23 અને 24 ડિસેમ્બર તેમજ 30 અને 31 ડિસેમ્બરના રોજ મુંબઈથી ગોવાની ટિકીટના દર 7700 રૂપિયા સુધી પહોંચ્યા છે. જે સામાન્યપણે 3400ની આસપાસ હોય છે. ઉત્તર તરફ જવાનો વિચાર હોય તો મુંબઈથી શ્રીનગર, લેહ માટે 21 હજાર તો જમ્મુ માટે ટિકીટના ભાવ 11 હજાર સુધી પહોંચ્યાં છે.


જ્યારે મુંબઈથી ધર્મશાળાની ટિકીટ 19 હજાર રૂપિયા સુધી પહોંચી છે. મુંબઈથી લેહ કે શ્રીનગરની ટિકીટ મોંઘી હોય તો પર્યટકો દિલ્હી સુધી ટ્રેન અને દિલ્હીથી આગળનો પ્રવાસ ફ્લાઈટમાં કરતાં હોય છે. આથી ડિસેમ્બરના અંતમાં દિલ્હી-લેહ ટિકીટના દર સરેરાશ ત્રણ હજાર રુપિયાને બદલે 7 હજાર તો દિલ્હી-શ્રીનગરના વિમાનદર 12 હજાર રૂપિયા સુધી પહોંચ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં શિયાળામાં રણપ્રદેશના પર્યટનમાં પણ વધારો જોવા મળ્યો છે. તેને પરિણામે મુંબઈ-જૈસલમેરની ટિકીટ 26 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જે સામાન્યપણે 15 હજારની અંદર હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application