ઉત્તરપ્રદેશનાં શહડોલમાં પતિએ વધુ ટામેટાનો ઉપયોગ કરતા પત્ની રિસાઇને ચાલી ગઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહડોલ જિલ્લાના ધનપુરી થાના ક્ષેત્રમાં બેમહૌરિ નામનાં ગામનાં સંદિપ બર્મન એક નાનો ઢાબો ચલાવે છે. આ સાથે જ ઓનલાઇન ટિફિન સર્વિસ પણ ચલાવે છે. બે દિવસ પહેલા પત્નીને પુછયા વિના બે ટામેટા દાળમાં નાખ્યા હતા. ટામેટાની બજારમાં મોંઘી કિંમત હોવાથી આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો. પતિએ પોતાની ભૂલ બદલ માફી માંગી છતાં પત્ની માની ન હતી. ઘરેથી નિકળીને પુત્રીને લઇને બસમાં બેઠી ગઇ હતી.
તેમજ ત્રણ દિવસથી તપાસ કરવા છતાં પત્નીની ભાળ ન મળતા પતિએ પોલીસને ફરિયાદ કરી હતી. પતિએ પોલીસને જણાવ્યું કે, દાળ અને સબ્જીમાં ટામેટા નાખવામાંથી ઝગડો થયો હતો. પતિએ પહેલા પિયરમાં પૂછપરછ કરી તો ત્યાં પણ આવી ન હતી. પોલીસે તપાસ કરતા પત્ની ઉમરિયા ગામમાં પોતાની બહેનના ઘરે જતી રહી હોવાનું બહાર આવ્યું હતું. જોકે પતિએ પત્નીને પાછી આવી જવા ફોન પર વિનંતી કરી હતી. પરંતુ પત્ની રિસાયેલી જ રહી છે. વરસાદી સિઝન પછી સમગ્ર દેશમાં ટામેટાના ભાવમાં વધારો થયો છે. ટામેટાનાં 130થી માંડીને 250 રૂપિયા કિલો સુધી મળે છે. કેટલાક શહેરોમાં ભાવ ઉંચા જોવા મળે છે. દિલ્હી અને એનસીઆર, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ટામેટા રાહત દરે પુરા પાડવાનું સરકાર વિચારી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500