માંડવી તાલુકાના આંબાપારડીથી વાંકલ જતા રસ્તા પર વન-વિભાગની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મળતી બાતમીના આધારે એસીએફ સુરેન્દ્રસિંહ કોસાડા તથા દક્ષિણ રેન્જના આરએફઓ એ તેમની ટીમ સાથે વાંકલથી આવતા એક ટાટા પીકઅપ ટેમ્પો(નં.જીજે/05/યુયુ/7262) પર શંકા જતા તે ટેમ્પોનો પીછો કરી ટીટોઈ ચોકડી પાસે ઉભો રાખાવ્યો હતો ત્યારે ટેમ્પોમાં બેસેલા નરેશભાઈ રામજીભાઈ વસાવા અને અનિલભાઈ રમેશભાઈ કોટવાડિયા(બંને રહે.વ્યારા) જેની પુછપરછ કરતા તેમણે ગાડીમાં ઘાસીયામેળાથી સાગીના બારી-દરવાજાની સાઈઝો ભરીને વાંકલ ખાતે પેટ્રોલ-પંપની બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતા બળવંતભાઈ સુખાભાઈ વસાવાના ઘરે ઉતાર્યો હતો.
જેથી માંડવી પોલીસ તેમજ વન-વિભાગની ટીમે ઘરે જઈ તપાસ કરતા સાગી લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં સાગી લાકડાની અલગ-અલગ સાઈઝના ૪૭ નંગ જે ૧,0૭૨ ઘનમીટર જેની કીંમત ૧,૧૨,૦૦૦/- રૂપિયા તથા પીકઅપ ગાડીની કીંમત ૫૦,૦૦૦/- રૂપિયા હતી એમ કુલ મળી ૧,૬૨,૦૦૦/-રૂપિયાનો મુદ્દામાલ માલ કબ્જે કરી ખેડપુર ડેપો ખાતે લાવવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500