Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનાં શક્તિશાળી ભૂકંપનાં આંચકા

  • April 03, 2023 

અમેરિકી ભૂવિજ્ઞાનીઓનાં સર્વેક્ષણ અનુસાર સોમવારે સવારે ઉત્તર-પશ્ચિમ પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. યુ.એસ.જી.એસ.એ જણાવ્યું કે, આ ભૂકંપ તટીય શહેર વેવાકથી 97 કિલોમીટરનાં અંતરે 62 કિ.મી.ની ઊંડે હતું અને સ્થાનિક સમય અનુસાર સવારે 4:00 વાગ્યે આવ્યો હતો. યુ.એસ.જી.એસ.એ કહ્યું કે, ભૂકંપ ક્ષેત્રમાં નરમ જમીન ઢીલી પડવાથી ક્ષેત્રમાં સમુદાયોને નુકસાન થવાની શક્યતા છે.




જોકે આ ક્ષેત્ર ખૂબ જ ઓછી વસતી ધરાવે છે. સિસ્મોલોજી એજન્સીએ કહ્યું કે આ પ્રકારની ઢીલાશ જેને દ્રવીકરણ માનવામાં આવે છે જમીન પર્યાપ્ત રીતે ધસવા અને લપસી જાય તેવી થઈ જવાનું કારણ બની શકે છે અને તેમના પરિણામ સ્વરૂપે મોટાપાયે નુકસાન થવાની શક્યતા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર સોમવારે સવારે જ તિબેટના શિજાંગમાં પણ ભૂકંપ આવતા લોકો ફફડી ઊઠ્યા હતા. અહીં તીવ્રતા 4.2 નોંધાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application