Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Fraud : પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી યુવક સાથે રૂપિયા 21.91 લાખની છેતરપિંડી

  • September 18, 2023 

ગાંધીનગર જિલ્લાનાં વાવોલ ગામના યુવકને ગઠીયાએ પાર્ટ ટાઈમ રૂપિયા કમાવા માટે ટેલિગ્રામના પમાં જોડાવીને મૂવીના રેટીંગ અને રિવ્યુ પર કમિશન આપવાની વાત કરી અલગ અલગ સમયે યુવકના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવી 21.91 લાખની છેતરપિંડી કરી હતી. બનાવ અંગે યુવકે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમિતકુમાર કેદારપ્રસાદ ગુપ્તાના મોબાઈલ પર અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને તેને કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી ઓનલાઈન પાર્ટ ટાઈમ કામ આપવાની વાત કરીને એક વેબસાઇટ લોગિન કરાવી હતી.



જેમાં વેબસાઇટ પર મૂવીના રેટીંગ અને રીવ્યુ આપવાની વાત કરી હતી. જેના પર તેમને દરરોજ કમિશન મળશે. બાદમાં શખ્સે મોબાઈલ પર એક લીંક મોકલતા અમિતે ઓપન કરતા તેઓ ટેલીગ્રામ ગ્રુપમાં એડ થઇ ગયા હતા. જેમાં જુદા જુદા ટાસ્કની વિગતો જણાવેલ અને જુદા-જુદા બેંક એકાઉન્ટ નંબર મોકલેલ અને ટાસ્ક પેટેના રૂપિયા તેમા જમાં કરાવવાનું કહેતા રૂપિયા જમા થયા હતા. ત્યારબાદ અલગ અલગ સમયે તેમની પાસેથી 21.91 લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા જેથી તેમને છેતરપિંડીનો અહેસાસ થતાં આખરે આ મામલે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જેથી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application