વારાણસીનાં લોકોને ભીષણ ગરમી બાદ કંઈક રાહત મળી અને ઝડપી પવન સાથેના વરસાદે મોસમ ખુશનુમા બનાવી દીધુ. આ સાથે જ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ. વિશ્વનાથ ધામમાં માંધાતેશ્વર મંદિરના શિખર પર વીજળી પડી. જેનાથી શિખરનો એક ભાગ તૂટીને નીચે પડી ગયો. જોકે તે સમયે કોઈ ત્યાં હાજર ન હોવાથી જાનહાનિ પહોંચી નથી.
મહાદેવ મંદિરનાં પૂજારીએ જણાવ્યુ કે, આકાશીય વિજળી પડવાથી બહુ મોટો ધડાકો થયો અને દૂર સુધી આનો ચમકારો જોવા મળ્યો. વરસાદ રોકાયા બાદ નુકસાનનો અંદાજો થયો. મંદિરના શિખરના અમુક ટુકડા જમીન પર પડી ગયા હતા. વરસાદના કારણે તમામ લોકો ઘરની અંદર હતા નહીંતર કોઈક મોટી દુર્ઘટના બની જાત. મંદિર વહીવટીતંત્રએ કાટમાળને હટાવ્યુ અને સમારકામના કામમાં જોડાઈ ગયા.
જોકે મંગળવારે વારાણસી સહિત પૂર્વાંચલના અમુક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો. છેલ્લા કેટલાક દિવસથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ચોમાસાનો પહેલો વરસાદ રાહત બનીને આવ્યો. આ દરમિયાન કેટલાય વિસ્તારમાં ઝડપી પવન સાથે વરસાદ પડ્યો. વરસાદના કારણે વારાણસીમાં પારો 27 ડિગ્રીએ પહોંચી ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500