ઉત્તરપ્રદેશનાં ઝાંસીનાં સીપરી બજારમાં સોમવાર સાંજે ઇલેક્ટ્રોનિકનાં 2 શો-રૂમમાં ભીષણ આગ લાગી હતી. અહીંથી નીકળેલી જ્વાળાઓએ વીમા કંપનીની ઓફિસ, બંધ કોચિંગ સેન્ટર અને સ્પોર્ટ્સની દુકાનને લપેટમાં લીધી હતી. આ આગમાં વીમા કંપનીની એક મહિલા સહિત ચાર લોકોનાં મોત થયા હતા, જ્યારે 12 લોકો દાઝી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેમજ અનેક લોકો હજુ લાપતા ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. આગમાં ઘેરાયેલા પાંચ લોકોએ બીજા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જેમાં પડી જવાથી બે લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની 50 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.
શો-રૂમની બહાર અને સેલરમાં પાર્ક કરેલા 100થી વધુ ટુ-વ્હીલર પણ આગમાં બળીને ખાખ થઈ ગયા છે. આગમાં 35થી 40 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. આ સિવાય આ ઘટનામાં 7થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એસ.એસ.પી. જણાવ્યું કે, ભીષણ આગને જોતા જ સેનાને કમાન સોપવામાં આવી હતી. આ મિશનને પૂર્ણ કરવામાં સેના જોડાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી. ઝાંસીમાં આગ લાગતા પોલીસ, ફાયર બ્રિગેડ અને સેનાની સંયુક્ત ટીમે લગભગ 10 કલાક રેસક્યૂ ઓપરેશન ચલાવ્યુ હતું. રેસ્કયૂ ઓપરેશન ચલાવીને આગને શાંત કર્યા બાદ શબોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500