સુરતમાંથી પસાર થતી લોકમાતા તાપી નદી જીવનદાત્રી છે. પરંતુ આ નદીને જોડતા બ્રિજ પરથી ઘણીવાર જિંદગીથી હતાશ થયેલા ભુસકા મારીને આપઘાત કરતાં પણ જોવા મળે છે. ત્યારે તાપી નદીના અમરોલી બ્રિજ પરથી તાપી નદીમાં કુદવા જતી યુવતીને બચાવી લેવામાં આવી હતી. મહિલાએ યુવતીના સૌ પ્રથમ પગ પકડી રાખીને ફાયરબ્રિગેડ અને ટીઆરબી જવાનોની મદદથી બચાવી લીધી હતી. અમરોલી બ્રિજ ઉપરથી કુદવા જઈ રહેલી યુવતીને ટીઆરબી જવાને બચાવી લીધી હતી.
યુવતીને પ્રેમી પરણિત હોવાની જાણ થતાં હતાશ થઈ આપઘાત કરવા નીકળી હતી. ગ્રીલ ઉપર ચઢી યુવતી કુદવા જઈ રહી હતી. ત્યારે સૌ પ્રથમ મહિલાએ પગ પકડી રાખ્યા હતાં. બાદમાં ટીઆરબી જવાન રાહુલે ગ્રીલ પર ચઢી યુવતીને પકડી રાખી હતી. બાદમાં યુવતીને નીચે ઉતારી હતી. પોલીસ મહિલા સુરક્ષા મેમ્બર જલ્પા સોનાણીએ કહ્યું કે, તેઓ પોતાની મિત્ર સાથે મોપેડ પર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન યુવતીને તાપી નદીના બ્રિજ પરની ગ્રીલ પર ચડતા જોઈ હતી. એટલે તાત્કાલિક દોડી જઈને તેણીના પગ પકડી રોકી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેડ અને ટીઆરબીના જવાનો તથા અન્ય લોકો પણ દોડી આવ્યા હતાં. બાદમાં યુવતીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application