ઉત્તરપ્રદેશનાં બહરાઈચ જિલ્લાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, નવયુગલ તેમના લગ્નના એક દિવસ બાદ મૃત હાલતમાં મળી આવ્યું હતું. સુહાગરાતનાં દિવસે બંનેનાં હાર્ટ એટેકથી મોત થયા હતાં. પોલીસનાં જણાવ્યા અનુસાર, બંનેનાં મૃતદેહ સુહાગરાતનાં દિવસ માટે સજાવવામાં આવેલી સેજ પર મળી આવ્યા હતાં. એક રિપોર્ટ અનુસાર, ૨૨ વર્ષીય પ્રતાપ યાદવનાં લગ્ન ૨૦ વર્ષીય પુષ્પા યાદવ સાથે થયા હતાં.
બે દિવસનાં લગ્ન સમારંભ બાદ નવયુગલ સુહાગરાત મનાવવા ગયા હતા. પરંતુ, બીજા દિવસે સવારે મોડે સુધી તેમના રૂમનો દરવાજો ન ખુલતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. ત્યારબાદ, તેમણે રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા બંનેનાં મૃતદેહ મળી આવ્યા હતાં. કેસરગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી ઈન્સ્પેક્ટરનાં જણાવ્યા અનુસાર, નવયુગલનાં શરીર પર ઈજાના કોઈ નિશાન મળી આવ્યા નથી.
પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, તેમના મોત હાર્ટ એટેકના કારણે થયા છે. બીજી તરફ, પોલીસ દ્વારા ફોરેન્સિક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. બહરાઈચ જિલ્લાના પોલીસ વડાના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, દંપતિને હાર્ટ એટેક આવ્યો હતો. દંપતિના મોતનું સાચું કારણ જાણવા માટે તેમના વિસેરાને લખનઉની ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. દંપતિને ગામમાં એક જ ચીતા પર અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500