'આઝાદીના અમૃત મહોત્સવ' અંતર્ગત ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય હેઠળના સુરત નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા તા.૩જી જૂન-"વિશ્વ સાયકલ દિવસ"ના ભાગરૂપે વહેલી સવારે બારડોલી સ્વરાજ આશ્રમથી સ્વામિનારયણ મંદિર-સાંકરી સુધીની ૭.૫ કિ.મી અંતરની સાયકલ રેલી યોજાઈ હતી. સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા સહિત મહાનુભાવોએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
સમગ્ર દેશમાં ૭૫ ઐતિહાસિક સ્થળોએ સાયકલ રેલીઓ યોજાઈ હતી, ત્યારે ઐતિહાસિક નગરી બારડોલીની પણ રેલી માટે પસંદગી કરવામાં આવી હતી. 'ફીટ ઇન્ડિયા' મુવમેન્ટ થકી દ્વારા જનજાગૃતિ, સ્વસ્થ અને સુગમ જીવન માટે આયોજિત આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો સાઈકલનો વધુમાં વધુ ઉપયોગ કરીને સ્વસ્થ અને નીરોગી બનાવવાનો છે. રેલીમાં ૧૭૦થી વધુ સાઈકલ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે સર્વને નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા સર્ટિફિકેટ એનાયત કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application