ઉત્તરપ્રદેશમાં વીજળીનાં કારણે સતત લોકોના મોત થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાને કારણે અલગ-અલગ વિસ્તારોમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે સોમવારે સાંજે વીજળી પડવાને કારણે પ્રયાગરાજમાં 5 અને ભદોહીમાં 2 અને મઉમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઉપરાંત ચિત્રકૂટમાં પણ એકનું મોત થઈ ગયું હતું અને યુપીના અલગ-અલગ વિસ્તારોમાં ડઝનો લોકો ઘાયલ થયા છે.
માત્ર પ્રયાગરાજની વાત કરીએ તો સોમવારે વીજળી પડવાને કારણે 5 લોકોના મોત થયા છે. જિલ્લાના અલગ-અલગ સ્થળોએ થયેલી દુર્ઘટનામાં આ મોત થયા છે. મૃતકોમાં 4 મહિલાઓ સામેલ છે. વીજળી પડવાથી 10 લોકો દાઝી પણ ગયા છે તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. દાઝી ગયેલા લોકોમાં 2ની હાલત ગંભીર છે.
જયારે બદોહી જિલ્લામાં સોમવારે સાંજે વીજળી પડવાને કારણે એક બાળક સહિત બે લોકોના મોત થઈ ગયા છે. જિલ્લાના ગોપીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલપુર ગામમાં અચાનક વીજળી પડવાથી ડાંગરની રોપણી કરી રહેલા કુસુમ દેવી અને આદર્શ યાદવના મોત થઈ ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઉત્તરપ્રદેશના મઉ જિલ્લાના સરાય લાખાંસી પોલીસ સ્ટેશન વિસ્તારના તાહિરપુર ભુજવા ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકની હાલત ગંભીર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500