કોરોનાવાયરસ ને લીધે જાહેર કરાયેલ લોકડાઉન અને વર્તમાન પરિશ્થિતિઓ દરમિયાન પરિવહન અને શ્રમના મુશ્કેલ પડકારો હોવા છતાં,જરૂરી પુરવઠાની પૂર્તિની સાંકળને ચાલુ રાખવા માટે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો અને માલગાડીઓનું સંચાલન સતત ચાલુ રાખ્યું છે અને આ દિશામાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરવામાં પશ્ચિમ રેલ્વેએ કોઈ કસર છોડી નથી. આ એ હકીકતથી સ્પષ્ટ થાય છે કે લોકડાઉન દરમિયાન કઠિન પડકારો હોવા છતાં, પશ્ચિમ રેલ્વે પર માલગાડીઓના 20 હજારથી વધુ રેકમાં માલ પરિવહન કરવાના મોટા આંકડા ને પાર કરી લીધો છે. આ મહત્વની સિદ્ધિ ફક્ત પશ્ચિમ રેલ્વેના સખત મહેનતું અધિકારીઓ અને વફાદાર કર્મચારીઓના સામૂહિક પ્રયત્નોને કારણે શક્ય થયું છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલા એક પ્રેસ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, 22 માર્ચ,2020 થી અમલમાં આવેલા સંપૂર્ણ લોકડાઉન દરમિયાન અને હાલના આંશિક લોકડાઉન દરમિયાન કઠિન પરિસ્થિતિઓ અને વિકટ પડકારો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેએ 8 નવેમ્બર,2020 સુધી 20,695 રેક્સ લોડ કરી પ્રશંસનીય કાર્ય કર્યું છે. વિવિધ સ્ટેશનો પર માનવશક્તિની અછત હોવા છતાં, પશ્ચિમ રેલ્વે તેની માલગાડીઓ દ્વારા દેશભરમાં જરૂરી સામગ્રીનું પરિવહન સુનિશ્ચિત કરી રહ્યું છે. તેમાં પીઓએલના 2173, ખાતરોના 4141, મીઠાના 1086, અનાજના 196, સિમેન્ટના 1870, કોલસાના 788, કન્ટેનરના 9183 અને સામાન્ય માલના 92 રેકો સહિત કુલ 45.04 મિલિયન ટન ભારવાળી વિવિધ માલગાડીઓને ઉત્તર પૂર્વીય ક્ષેત્રો સહિત દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામા આવ્યા. આ ઉપરાંત, મિલેનિયમ પાર્સલ વાન અને દૂધ ટેન્ક વેગનનાં વિવિધ રેક્સ,દવાઓ, તબીબી કીટ,જામેલો ખોરાક,દૂધ પાવડર અને પ્રવાહી દૂધ જેવી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓની માંગ અને તેની સપ્લાયની પૂર્તિ માટે ઉત્તર અને ઉત્તર પૂર્વી ક્ષેત્રોમાં મોકલવામાં આવ્યા. કુલ ,40,948. માલગાડીઓને અન્ય ઝોનલ ટ્રેનો સાથે ઇન્ટરચેંજ કરવામાં આવી હતી, જેમાંથી 20,488 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 20,490 ટ્રેનો પશ્ચિમ રેલ્વેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઇ જવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન જમ્બોના 2663 રેક, BOXNના 1586 રેક અને BTPNના 1162 રેકો સહિત વિવિધ મહત્વપૂર્ણ આવનારા રેકની અનલોડીંગ પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનો પર મજૂરોની અછત હોવા છતાં સુનિશ્ચિત કરવામાં આવી હતી. શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે 23 માર્ચ, 2020 થી 8 નવેમ્બર, 2020 સુધી લગભગ 1.71 લાખ ટન આવશ્યક સામગ્રીનું પરિવહન પશ્ચિમ રેલ્વે દ્વારા તેની 664 પાર્સલ સ્પેશિયલ ટ્રેનોના માધ્યમથી કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરેનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ પરિવહન દ્વારા 58 કરોડ રૂપિયાથી વધુની થઈ છે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા 116 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં 88 હજાર ટનથી વધુનો ભાર વહન કરવામાં આવ્યો હતો અને વેગનનો 100% ઉપયોગ કરવામાં આવે તેની ખાતરી કરવામાં આવી હતી. તેવી જ રીતે, 54,500 ટનથી વધુ વજનવાળી કોવિડ -19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો વિવિધ આવશ્યક ચીજવસ્તુઓને પરિવહન કરવા માટે દોડાવવામાં આવી હતી. આ સિવાય 28 હજાર ટન વજનવાળા 63 ઇન્ડેન્ટ રેક્સ પણ લગભગ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલ્વે દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સમયબદ્ધ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો નિરંતર ચાલુ રાખવામાં આવી છે. આમાંથી એક પાર્સલ સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ રેલ્વેના બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી જમ્મુ તવી માટે 9 નવેમ્બર 2020 ના રોજ રવાના થઈ હતી, જ્યારે પાલનપુરથી હિન્દ ટર્મિનલ માટે મિલ્ક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી હતી.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500