Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગરા-દિલ્હી હાઈવે પર કાર અને ટ્રક વચ્ચેનાં ગંભીર અકસ્માતમાં 4 લોકોનાં મોત

  • September 16, 2023 

આગરા-દિલ્હી હાઈવે પર મોડી રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો. જૈત પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેજ રફ્તાર કાર બેકાબુ થઈ જતા ઢાબા પર જમવા જઈ રહેલ એક ટ્રક ડ્રાઈવરને ટક્કર મારી દીધી અને પછી રસ્તા કિનારે ઊભેલી એક અન્ય ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કાર સવાર ત્રણ યુવકો અને ટ્રક ડ્રાઈવરનું મોત થઈ ગયુ હતું. બે સાથીઓ ગંભીર રીતે ઘાયલ છે. ત્રણેય યુવકો અલીગઢના રહેવાસી છે. આ અકસ્માત ચૌધરી ઢાબા પાસે રાત્રે લગભગ 2 વાગ્યે સર્જાયો હતો. અલીગઢથી કાર સવાર પાંચ મિત્રો કોકિલાવનમાં શનિદેવના દર્શન કરવા જઈ રહ્યા હતા. ઢાબા પાસે કાર બેકાબુ થઈ ગઈ હતી.



બિહારના છપરા જિલ્લાના સોનોહ ગામના નિવાસી ટ્રક ડ્રાઈવર અજીત કુમાર જમાવા જઈ રહ્યો હતો. કારે પહેલા અજીત કુમારને ટક્કર મારી અને ત્યારબાદ ત્યાં ઊભેલી ટ્રકમાં પાછળથી ઘૂસાડી દીધી. જેના કારણે કારને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં અજીત કુમારની સાથે કાર સવાર અલીગઢના બન્ના દેવી સારસોલ નિવાસી નિવિધ બંસલ, આલોક દયાલ અને આકાશનું ઘટના સ્થળે જ મેત થઈ ગયું હતું. કાર સવાર કમલ વર્મા અને વિશાલ વર્મા ઘાયલ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application