Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્કૂલ બસ અને વાન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ચાલક સહિત 4 બાળકોના મોત

  • October 30, 2023 

ઉત્તરપ્રદેશના બદાયૂંમાં ઉસાવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા હજરતપુર મ્યાઉ રોડ નજીક નવીગંજ ગામ પાસે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો. અહીં એક સ્કૂલ બસ અને વાન વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી જેમાં એક ચાલક સહિત 4 બાળકોના મોતના નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે 15 બાળકો ઘવાયા હતા. આ વાન ગામના એસ.આર.પી. ઈંગ્લિશ મીડિયમની હોવાની માહિતી મળી રહી છે.



જોકે બસ અલાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સત્યદેવ વિદ્યાપીઠ ઈન્ટર કોલેજ જવાહર નગલા મ્યાઉંની છે. દુર્ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. ઘાયલ બાળકોને ઉતાવળે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જિલ્લા હોસ્પિટલે રિફર કરી દીધા હતા. દુર્ઘટનામાં બાળકોના મોતને લીધે હાહાકાર મચી ગયો છે. બાળકોના પરિજનો અને આજુબાજુના ગામના લોકોમાં આ અકસ્માતને પગલે ભારે રોષની સ્થિતિ જોવા મળી રહી છે. લોકોના ગુસ્સાને જોતાં ભારે પોલીસ દળ ખડકી દેવાયો છે. હોસ્પિટલની બહાર પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application