કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન અંગે ઉંડો શોક વ્યક્ત કર્યો છે. પોતાના ટ્વીટમાં શ્રી શાહે કહ્યું કે “ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જીના અવસાનના દુઃખદ સમાચાર મળ્યા. તેમનું લાંબુ સાર્વજનિક જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત રહ્યું. કેશુભાઈના અવસાનથી ગુજરાતની રાજનીતિમાં એક ખોટ આવી છે જેને પૂરવી સરળ નથી. તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.”
શ્રી અમિત શાહે એમ પણ કહ્યું કે “ભાજપમાં રહેતા ગુજરાતમાં સંગઠનને સશક્ત કરવામાં કેશુભાઈએ મહત્વની ભૂમિકા ભજવી. સોમનાથ મંદિરના ટ્રસ્ટીના રૂપમાં તેમણે મંદિરના વિકાસમાં હંમેશા આગળ આવી સહયોગ આપ્યો. પોતાના કાર્યો તથા વ્યવહારથી કેશુભાઈ હંમેશા આપણી સ્મૃતિમાં રહેશે. ઈશ્વર તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે.”
શ્રી કેશુભાઈ પટેલ 1995 અને 1998થી 2001 સુધી બે વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. તેઓ છ વાર ગુજરાત વિધાનસભા માટે ચૂંટાયા. 1977માં કટોકટી પછી શ્રી કેશુભાઈ પટેલ રાજકોટથી લોકસભા માટે ચૂંટાયા પછીથી તેમણે સંસદ સભ્યના પદ પરથી રાજીનામું આપી દીધું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500