ભારત સરકારે વર્ષ 2020 - 2021 દરમિયાન જીએસટીના વકરામાં થતાં ઘટાડાને દૂર કરવા માટે વિશેષ ઋણ લેવાની વિંડો વિકસિત કરી છે. 21 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોએ નાણાં મંત્રાલય જોડે સંકલન કરીને સળંગ ઋણ લેવા માટે આ વિશેષ વિન્ડોનો વિકલ્પ પસંદ કર્યો છે.
તેમાંથી, પાંચ રાજ્યોને જીએસટી વળતરના ભાગરૂપે કોઈ ઘટાડો જોવા નહતો મળ્યો. આજે કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, ઓડિશા, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ: દિલ્હી અને જમ્મુ-કાશ્મીર જેવા 16 રાજ્યોના ખાતામાં પ્રથમ હપ્તા સ્વરૂપે રૂ 6000 કરોડ ઋણ સ્વરૂપે લીધા અને હસ્તાંતરિત કર્યા.
આ ઋણ 5.19 ટકાના વ્યાજ દરે લેવામાં આવ્યું છે જેનો હેતુ રાજ્યોને દર સપ્તાહે 6000 કરોડ રૂપિયા ચૂકવવાનો છે. ઋણનો સમયગાળો વ્યાપક રૂપે 3 થી 5 વર્ષના સમયગાળામાં રહેવાની ધારણા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500