Tapi mitra news:સાવલી તાલુકાના પાઇચા કનોડા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદી પરના પુલ પરથી ઓગણીસ વર્ષના યુવાને ભુસકો મારીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહ શોધી કાઢ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના જ જબાપુરા ગામે રહેતા શૈલેષકુમાર નરવતભાઇ ગોહિલ નામના યુવાને 13 જુન નારોજ સવારે સાડા દસ વાગ્યાની આસપાસ પુલ પરથી ભુસકો માર્યો હતો. પોઇચા કનોડા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના પુલ પરથી ભુસકો મારનાર આ યુવાન અંગેની આસપાસના રાહદારીઓ તથા ગ્રામવાસીઓને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા. આ ઉપરાંત તેઓએ આ અંગેની સાવલી પોલીસને પણ જાણ કરી હતી. જેની સાથે સાવલી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. આ અંગેને ફાયર બ્રિગેડને પણ જાણ થતાં ફાયર બ્રિગેડના તરવૈયાઓ સ્થળ પર પહોચી ગયા હતા.. ફાયરબ્રિગેડના ફાયર ફાયટરોની ભારે મહેનત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાનના પરિવારજનોને પણ જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. તેઓ પણ આત્મહત્યાનું કારણ જણાવી શક્યા ન હતા. મૃતક શૈલેષકુમાર ગોહિલ હાલોલ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યુ હતુ. સાવલી પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application