Tapi mitra news:હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અંતગર્ત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો વિવિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. મોડીરાત્રેથી મોન્સુનના સત્તાવાર આગમન સાથે સુરત, નવસારી, વલસાડ, તાપી અને આહવા ડાંગ જિલ્લાના ૨૧ તાલુકામાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.
વીતેલા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ,આહવામાં ત્રણ ઈંચ, કામરેજ, પલસાણા, ઉમરપાડા, ચોર્યાસીમાં બે ઈંચ, સુરત સીટી, નવસારી, સાપુતારામાં દોઢ ઈંચ જયારે નવસારી, ઓલપાડ, ઉમરગામ અને કુંકરમુંડામા એક ઈંચ વરસાદ પડ્યો હતો. જયારે બાકીના ૧૦ તાલુકામાં વરસાદે વિરામ ફરમાવ્યો હતો.વાવણીલાયક વરસાદ થતા જગતનો તાત હરખગેલા બની વાવણીના કાર્યમાં જાતરાઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર સીસ્ટમને કારણે રાજયમાં ચોમાસુ વહેલુ બેઠુ હોય તેવો માહોલ સર્જાયો હતો જાકે હવામાન વિભાગ દ્વારા બે દિવસ પહેલા જ ૧૪મી જુનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો વિવિધત પ્રારંભ થવાનીઆગાહી કરી હતી. જે આગાહી સાચી પડી હોય તેમ ગઈકાલે આખો દિવસ વિરામ રહેલા વરસાદ મોડીરાત્રેથી વિધિવત રીતે તેનું ગાજવીજ સાથે આગમન કયું ર્ હતું. અને નાઈડમાં જ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને આહવા ડાંગ જિલ્લાના ૨૧ તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હતો. જયારે ૧૦ તાલુકા કોરાકટ નોધાયા છે. ચાલુ વર્ષે ચોમાસાનું સત્તાવાર રીતે સમયસર આગમન થઈ જવાને કારણે ધરતીપુત્રોમાં ખુશીના લાગણી ફેલાઈ છે. અને વાવણીના કામમાં જાતરાયા છે. રાત્રે પડેલા વરસાદની વાત કરીયે તો સોથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં સાડા ત્રણ ઈંચ એટલે ૮૫ મી.મી વરસાદ પડ્યો હતો જયારે આહવામાં અઢી, કામરેજ, પલસાણા, ઉમરપાડા, ચોર્યાસીમાં બે ઇંચ વરસાદ, સુરત સીટી, નવસારી, સાપુતારામાં દોઢ, ઓલપાડ, નવસારી, ઉમરગામ અને કુકરમુંડામાં એક ઈંચ વરસાદ નોધાયો છે.
high light-સવારે ચાર કલાકમાં મહુવામાં દોઢ, માંગરોળમાં એક ઈંચ વરસાદ
સુરત જિલ્લામા ગઈકાલેથી ચોમાસા ૠતુએ તેની સત્તાવાર એન્ટ્રી કરી છે. જેમાં ઉમરપાડામાં બે ઈંચ, પલસાણામાં બે ઈંચ, સુરત સીટી અને માંગરોળમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. જાકે મેઘરાજાએ સુરત જિલ્લાના કેટલાક તાલુકા ાં આજે સવારે પણ તેની બેટીંગ ચાલુ રાખી હતી. આજે સવારે છ વાગ્યાથી દસ વાગ્યાના સમયગાળા દરમિયાન મહુવા તાલુકામાં વધુ દોઢ ઈંચ (૩૧ મી.મી)સ માંગરોળમાં એક ઈંચ (૨૮ મી.મી) વરસાદ ઝીકાયો છે જયારે કામરેજ, બારડોલી, પલસાણા અને સુરત સીટીમાં હળવા ઝાપડા પડ્યા હતા તો બાકીના તાલુકા ઓલપાડ ,ઉમરપાડા અને ચોર્યાસીમાં કોરાકટ નોધાયા છે.
high light-સુરતમાં વરાછા ઝોન-બી માં ત્રણ ઈંચ વરસાદ, રસ્તા પાણીથી તરબોળી ઉઠ્યા
દક્ષિણ ગુજરાતમાં ચોમાસા ૠતુનો સત્તાવાર રીતે આગમન થયું છે. અને પાંચ તાલુકામાં નોધપાત્ર વરસાદ નોધાયો છે.સુરત જિલ્લાના નવે નવ તાલુકામાં સામાન્યથી બે ઈંચ જેટલો વરસાદ નોધાયો છે જેમા સુરત સીટીમાં દોઢ ઈંચ ( ૩૪ મી.મી) વરસાધ પડ્યો છે. ગઈકાલે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ગણતરીની મીનીટો સુધી પડેલા ભારે વરસાદને કારણે શહેરમાં રોડ રસ્તા પાણીથી ભરાયા હતા. સુરત શહેરમાં પડેલા ઝોન વાઈઝ વરસાદ પ્રમાણે વરસાદની વાત કરીયે તો સેન્ટ્રલ ઝોનમાં ૩૪ મી.મી, વરાછા-એ માં ૩૮ મી.મી, વરાછા-બી માં ૭૨ મી.મી, રાંદેરમાં ૨૫ મી.મી, કતારગામમાં ૨૭ મી.મી, ઉધનામાં ૧ મી.મી, લીંબાયતમાં ૯ મી.મી અને અઠવા ઝોનમાં ૩૦ મી.મી વરસાદ પડ્યો હતો જયારે સવારે પણ શહેરમાં હળવા વરસાદના ઝાપડા પડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500