Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કોરોનાનો સકંજા મજબૂત બન્યો,વધુ ૩૭ કેસ નોધાયા

  • June 15, 2020 

Tapi mitra news:સુરત શહેર માટે લિંબાયત બાદ હવે કતારગામ ઝોન નવુ હોટસ્પોટ ઝોન તરીકે સામે આવ્યું છે. તેમાં પણ ડાયમંડની મહાકાય ફેક્ટરીઓ જોખમી બનવા જઈ રહી છે. છેલ્લા એક સપ્તાહથી હીરા વ્યવસાય સાથે સંકલાયેલા લોકોના સોથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આજે સોમવારે શહેરમાં બપોર સુધીમાં ૩૪ કેસ જયારે જિલલામાં ૩ કેસ મળી કુલ ૩૭ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવતા શહેરમાં ૨૬૪૮ અને જિલ્લામાં ૨૪૩ મળી કુલ પોઝિટિવ કેસનો આંક ૨૮૯૨ ઉપર પહોચ્યો છે જયારે મોતની સંખ્યા ૧૦૮ થઈ છે. સુરત શહેર જિલ્લામાં અનલોક-૧માં કોરોના દિવસે દિવસે વધુ ધાતક બની રહ્ના છે.સૌથી વધુ કતારગામ ઝોનમાં છેલ્લા ૧૦ દિવસથી કેસ નોધાવાની સંખ્યામાં વધારો જાવા મળી રહ્ના છે. હીરા વ્યવસાય સાથે સંકળાયેલા રત્નકલાકારોહીરા દલાલો અને ફેકટરીના માલીકો કોરો સંક્રમીત બની રહ્ના છે. આ ઉપરાંત કોરોના વોરીયર્સ મહત્વની ભુમીકા અદા કરતા પોલીસઆરોગ્ય વિષય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ આ જીવલેણ રોગના શિકાર બની રહ્ના છે. ત્યારે આજે બપોરે સુરત શહેરમાં વધુ ૩૪ અને જિલ્લામાં ચોર્યાસીના ઈચ્છાપોરમાં ૩૯ વર્ષીય પુરુષકામરેજ ૩૩ વર્ષીય પુરુષ અને પલસાણા તાલુકામાં એના ગામના ૬૦ વર્ષીય પુરુષનો મળી જિલ્લામાં વધુ ૩ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા ૨૪૪ પર પહોચી છે અને મોતની સંખ્યા ૩ થઈ છે. આ ઉપરાંત શહેરમાં  આજે નોધાયેલા વધુ ૩૪ કેસ સાથે કુલ પોઝિટિલ કેસનો આંકડો ૨૬૪૮ ઉપર પહોચ્યો છે. અને મરણાંક ૧૦૫ થયો છે. આમ શહેર જિલ્લાના  કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૮૯૨ અને મરણાંક ૧૦૮ થઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application