Tapi mitra news:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૪ જુનના રોજ સાંજના ૭:૩૦ વાગ્યા સુધીની કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે,આજે ૫૯ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. દેશભરમાં સુરત શહેરનો રિકવરી રેટ ૬૮.૫ ટકા થયો છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૨૫૩૨ હતી, જેમાં ૬૮ કેસોનો વધારો થવાથી આજે કુલ ૨૬૦૦ કેસો થયા છે. કુલ ૧૦૪ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪ ટકા મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના કતારગામ ઝોનમાંથી આજે કુલ ૨૫ કેસો મળી આવ્યા છે. મળી હાલ નોંધાતા પોઝિટીવ કેસોમાં ૫૦ ટકા કોરોના પોઝીટીવ લોકો ડાયમંડ સાથે જોડાયેલા હોય છે. ડાયમંડ યુનિટોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતુ નથી, જેથી આ અંગે ગંભીર બની કાળજી લેવા અને કામ પર માસ્ક ફરજિયાત પહેરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
મ્યુ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૯૦૬૫ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૨૭૭ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૧૬૧ લોકો છે. ૧૫૮૧ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૬૭ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો નિદાન તપાસ માટે જતાં હોવાથી તેની સંખ્યા વધારવામાં આવી છે. ૬૦ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. આગામી બે મહિના આપણા માટે ખુબ જ ક્રિટીકલ છે. તેથી આપણે ધંધા રોજગારની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા જણાવ્યું હતું. આજે ૯૪ હજાર કરતા વધુ લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં નિયમ ભંગ કરનારા લોકોને ૭૦ લાખ ૫૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. લોકો જાતે પોતાની કાળજી લેશે તો તેઓ કોવિડમાંથી બચી શકાય છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સ ખુબ જ જટીલ પરિસ્થિતીમાં કામ કરે છે, તેથી આપણે પણ તમામ તકેદારી રાખીએ અને કોરોના વોરિયર બનીએ.નોંધનીય છે કે, સુરત શહેરના ૨૬૦૦ અને જિલ્લાના ૨૪૧ કેસો મળી કુલ ૨૮૪૧ કેસો નોંધાયા છે.
High light-સુરત જિલ્લામાં આજે ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા: પોઝિટીવ કેસોની સંખ્યા ૨૪૧
Tapi mitra news:સુરત જિલ્લામાં આજે ૧૧ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૩૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૨૩૧ હતી, જેમાં આજે ૧૦ કેસનો વધારો થવાથી આજે કુલ ૨૪૧ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૩ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી ચોર્યાસી તાલુકાના ૦૨, ઓલપાડ તાલુકાના ૦૪, કામરેજ તાલુકાના ૦૨, પલસાણા તાલકાના ૦૧ તેમજ બારડોલી તાલુકાના ૦૧ કેસ મળી ૧૦ મળી કુલ ૨૪૧ કેસો આવ્યા છે. ૧૦૯ એક્ટિવ ક્લસ્ટર જેમાં કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૭૬૮૭ ઘરો અને કુલ વસ્તી ૭૫૫૬૫ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૨૪૧ ટીમ કાર્યરત છે.નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૧૭૩૪ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૫૪ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૧૭૮૮ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૩૧ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૧૬૫૫ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500