Tapi mitra news:ઉચ્છલ તાલુકા માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગને અડીને આવેલ ભડભૂંજા ગામના ત્રણ રસ્તા પાસે આજરોજ પુરપાટ ઝડપે દોડતા ટ્રેલર નંબર જીજે/૦૬/એએક્સ/૬૨૭૭ ના ડ્રાઇવરે એક્ટિવા ગાડી નંબર જીજે/૨૬/એસ/૯૭૦૮ ને અડફેટે લેતા એક્ટિવા ગાડી પર સવાર જાગૃતિબેન વિજય ભાઈ ગામીત (ઉ.વ.૧૭) રહે,ભડભૂંજા-ગાંધીનગર તા.ઉચ્છલ નું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. જ્યારે એક્ટિવા ચાલક રૂકસાનાબેન કાંતિલાલ ગામીત (ઉ.વ.૧૮) રહે,ભડભૂંજા-ગાંધીનગર તા.ઉચ્છલ ને જમણા હાથે આંગળી,ડાબા પગે પંજાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માતનાં પગલે રોડ પર લોકોનાં ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. સમગ્ર હાઇવે પર ટ્રાફીક જામની સ્થિતી સર્જાઇ હતી. અકસ્માત બાદ સમગ્ર રોડ પર ભારે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે ઉચ્છલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા બાદ ટ્રાફીક ક્લિયર કરાવ્યો હતો.આ બનાવ માં ટ્રેલર ચાલક ઘરભરનપ્રસાદ તુલસીપ્રસાદ રહે,પીપરહી,પોસ્ટ લાલપુર મહારાજગંજ (યુપી) નાઓની અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.એક્ટિવા ગાડી પર સવાર બંને યુવતીઓ ખેકડા ઉકાળા પાણી પાસે ફરવા ગયેલા ત્યાંથી પરત આવતી વખતે અકસ્માત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application