Tapi mitra news:સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતવાસીઓની સુવિધા માટે શહેરની પાંચ હોસ્પિટલમાં સરકારે નિયત કરેલા દરે કોરોનાની સારવાર મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરીજનોની સુવિધા માટે સુરત મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ શહેરની પાંચ ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ’ જાહેર કરી છે. જેમાં વરાછા, કતારગામના દર્દીઓ માટે સ્પાર્કલ હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ, પ્રાણનાથ હોસ્પિટલ, અડાજણ રાંદેરના દર્દીઓ માટે બી.એ.પી.એસ.હોસ્પિટલ તેમજ અઠવા, નાનપુરા, વેસુના કોરોના દર્દીઓ માટે મહાવીર સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે ઉપયોગી થશે. આ હોસ્પિટલોમાં ૫૦ ટકા બેડ સુરત મહાનગરપાલિકા દ્વારા રિફર કરવામાં આવેલા દર્દીઓ માટે આરક્ષિત રાખવામાં આવશે. કોરોના વાયરસના દર્દીઓને સુરતની સરકારી હોસ્પિટલો ઉપરાંત આ પાંચ પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકારે જાહેર કરેલા નિયત દરે ગુણવત્તાયુક્ત સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application