Tapi mitra news:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૩ જુનના રોજ સાંજ ના ૭:૦૦ વાગ્યા સુધીની કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે ૮૭ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૭૧૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. સુરતનો રિકવરી રેટ ૬૮.૩ ટકા થયો છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૨૪૬૧ હતી, જેમાં ૫૩ કેસોનો વધારો થવાથી આજે કુલ ૨૫૧૪ કેસો થયા છે. કુલ ૧૦૦ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪ ટકા રેટ મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના કતારગામ ઝોનમાંથી આજે કુલ ૨૩ કેસો મળી આવ્યા છે.
મ્યુ.કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી બે મહિના આપણા માટે ખુબ જ ક્રિટીકલ છે. તેથી આપણે ધંધા રોજગારની સાથે સાથે આપણા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખુબ આવશ્યક છે. જે વિસ્તારમાં પોઝીટીવ કેસો આવશે તો તેને ૨૮ દિવસ સુધી કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી દેવામાં આવશે અને વધુ કેસો આવશે તો તેને ક્લસ્ટર વિસ્તાર જાહેર કરાશે. જે વિસ્તાર ક્લસ્ટર હશે તેને સંપુર્ણ બંધ કરવામાં આવશે અને તે વિસ્તારના લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવશે.આજની સ્થિતિએ ૮૫૯૫ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૨૯૬ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૧૫૦ લોકો છે. ૧૬૪૧ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૫૫ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો નિદાન તપાસ અને સારવાર માટે જતાં હોવાથી તેની સંખ્યા વધારવામાં આવી છે. ૬૦ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે.
આજે ૧ લાખ ૩૧ હજાર કરતા વધુ લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૭૦ લાખ ૫૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. લોકો પોતે પોતાની કાળજી લેશે તો તેઓ કોવિડમાંથી બચી શકાય છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સ ખુબ જ જટીલ પરિસ્થિતીમાં કામ કરે છે તેથી આપણે પણ તમામ તકેદારી રાખીએ અને કોરોના વોરિયર બનીએ. કોરોનાથી આપણે ડરવાની નહીં,પણ કાળજી રાખવાની જરૂર છે એમ તેમણે ઉમેર્યું હતું.નોંધનીય છે કે,સુરત શહેરના ૨૫૧૪ અને જિલ્લાના ૨૩૧ કેસો મળી કુલ ૨૭૪૫ કેસો નોંધાયા છે.
High light-સુરત જિલ્લામાં આજે ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા: પોઝિટીવ કેસોની સંખ્યા ૨૩૧
Tapi mitra news:સુરત જિલ્લામાં આજે ૦૬ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૨૧૭ હતી, જેમાં આજે ૧૪ કેસનો વધારો થવાથી આજે કુલ ૨૩૧ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી ચોર્યાસી તાલુકાના ૦૪, ઓલપાડ તાલુકાના ૦૪, કામરેજ તાલુકાના ૦૫ તેમજ માંગરોળ તાલુકાના ૦૧ કેસ મળી ૧૪ મળી કુલ ૨૩૧ કેસો આવ્યા છે. ૧૦૧ એક્ટિવ ક્લસ્ટર જેમાં કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૭૩૪૨ ઘરો અને કુલ વસ્તી ૭૪૦૬૨ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૨૩૩ ટીમ કાર્યરત છે.નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૧૮૦૫ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૧૨ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૧૯૧૭ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૮૩ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૧૭૩૪ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application