Tapi mitra news:ઘોડદોડ રોડ આદર્શ પછાતવર્ગ સોસાયટી માંથી ઘરની બહાર રમતા ત્રણ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી ભાગતા વોચમેનને બાળકીના માતાપિતા સહિતના લોકોએ પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે બાળકીની માતાની ફરિયાદ લઈ અપહરણનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
ઘોડદોડ રોડ આદર્શ પછાતવર્ગ સોસાયટીમાં રહેતા પ્રિકાબેન નિલેશભાઈ વસાવા નવસારીમાં નારી અદાલતમાં જીલ્લા કોડીનેટર તરીકે નોકરી કરે છે,પ્રિકાબેનની ત્રણ વર્ષની માસુમ બાળકી ઉપાસના ઘરની બહાર ઓટલા પર રમતી હતી તે વખતે વોચમેનના કપડા પહેરીને આવેલ ૫૩ વર્ષીય સત્યમ પ્રધાને બાળકીનું અપહરણ કયું હતું જો કે તે સમયે બાળકીની દાદી દુકાનેથી પરત ઘરે આવતી વખતે બાળકીને વોચમેન અપહરણ કરી લઈ જતા જોઈને બુમાબુમા કરતા ઘરમાંથી પ્રિયંકા સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બાળકીનું અપહરણ કરી જતા સત્યમ પ્રધાનને ઝડપી પાડી પોલીસને જાણ કરતા ઉમરા પોલીસની પીસીઆર ગાડી સ્થળ પર આવી પહોચી હતી અને સત્યમ પ્રઘાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. વધુમાં સત્યમ પ્રધાન જુની આરટીઓ કચેરીની સામે આવેલ ઓફિસમાં વોચમેન તરીકે નોકરી કરે છે. પોલીસે બાળકીની માતાની ફરિયાદ લઈ વોચમેન સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application