Tapi mitra news:લોકડાઉનને કારણે કાપડ બજાર બે મહિના કરતાં વધુ સમય બંધ રહ્યું હોવાથી ભાડાની દુકાન લઈને કામકાજ કરનારા વેપારીઓને મોટી નુકસાની થઈ છે. અત્યારે કાપડ બજાર ધીમે ધીમે શરૂ થયું છે. તે સાથે ભાડાના મુદ્દે અમુક માર્કેટમાં વેપારીઓમાં એક વિરોધનો ગણગણાટ અત્યારે શરૂ થયો છે.વેપાર થયો નહીં હોવાને કારણે ભાડું ચૂકવી શકાય એમ નહીં હોય, બે મહિનાનું ભાડું માફ કરવામાં આવે એવી માગણી સાથે વેપારીઓ માર્કેટ કમિટિ સમક્ષ રજૂઆતો મૂકી રહ્યાં છે. થોડા દિવસ અગાઉ પણ બેગમવાડી વિસ્તારની તિરુપતિ માર્કેટના વેપારીઓએ માર્કેટની બહાર એકઠાં થઈને પોતાની માગણી દોહરાવી હતી. દુકાનોના ભાડાં માફ કરવામાં આવે એવી માગણી જુદી જુદી માર્કેટોમાં ભાડુઆત વેપારીઓ દ્વારા દુકાન માલિકો અને માર્કેટ કમિટિ સમક્ષ મૂકવામાં આવી રહી છે. કેટલીક માર્કેટોમાં દુકાન માલિકોએ ભાડુઆતોને રાહત પણ આપી છે, જ્યારે કેટલાંક માલિકોએ અડધું - અડધું નુકસાન ઉઠાવ્યું છે. એક-એક મહિનાનું કે પછી બે મહિનાનું ભાડું માફ કરનારાં દુકાન માલિકો પણ કાપડ બજારમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application