Tapi mitra news:પાંડેસરાના લેબર કોન્ટ્રાક્ટરને ભેજાબાજે આઇડિયા કંપનીનો સીમ કાર્ડ ૩જી માંથી ૪જીમાં અપગ્રેડ કરવાના બ્હાને કોલ અને મેસેજ કરી આઇસીઆઇસીઆઇ બેંક ખાતા માંથી રૂ.૬.૪૦ લાખ ઉપાડી લીધાની ફરિયાદ નોંધાય છે.
પાંડેસરાની જલારામ નગર સોસાયટીમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા રવિન્દ્ર લીલાચંદ પટેલ ઉપર તા.૧૭ મે ના રોજ મોબાઇલ નં. ૬૨૮૯૦૬૫૬૩૨ પરથી કોલ કરી ભેજાબાજે પોતાની ઓળખ આઇડિયા કેર માંથી બોલું છું અને તમારો સીમ કાર્ડ ૩જી માંથી ૪જીમાં અપગ્રેડ કરવો પડશે નહી તો ૨૪ કલાકમાં સીમ કાર્ડ બંધ થઇ જશે. એમ કહી મોબાઇલ નં. ૮૬૩૭૮૮૪૫૫૩ પરથી સીમ કાર્ડ નંબર લખેલો ટેક્સ મેસેજ મોકલાવ્યો હતો. રવિન્દ્રએ ટેક્સ મેસેજનો કયુવાય લખી રિપલ્યા આપ્યા હતો. ટેક્સ મેસેજ પર રિપ્લાય આપ્યા બાદ ભેજાબાજે રવિન્દ્રનો મોબાઇલ નંબર તેના આઇસીઆઇસીઆઇ ઓનલાઇન બેંક ખાતા સાથે કનેક્ટ હોવાથી હેક કરી એક પછી એક ૨૮ જેટલા ટ્રાન્જેક્શન થકી કુલ રૂ.૬.૪૦ લાખ ઉપાડી લીધા હતા. રવિન્દ્રએ આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application