Tapi mitra news:સુરતના પાંડેસરા વિસ્તારમાં અગાઉ ભાડેથી રહેતો મૂળ આસામનો યુવાન લોકડાઉનને લીધે કામ બંધ હોય છેલ્લા ચાર દિવસથી ઉધના પટેલનગર હેગડેવાર વસાહતમાં મિત્રના રૂમ ઉપર ભાડે રહેવા આવ્યો હતો. જોકે, બુધવારે રાત્રે ત્રણ સ્થાનિક યુવાનોએ કોરોનામા રહેવા કેમ આવ્યો? કહી તેના ઉપર હુમલો કરતા તેને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું.
મૂળ આસામનો વતની અને સુરતમાં પાંડેસરા આશાપુરી સોસાયટી પાસે ગોવાલકનગર ભુરાકાકાની ચાલમાં રહેતો ૨૪ વર્ષીય સંજય ઉર્ફે ગજ્જુ વિનોદભાઈ શર્મા કેટરીંગનું છૂટક કામ કરે છે. પરંતુ લોકડાઉનને લીધે કામ બંધ હોય તે ગત છઠ્ઠીના રોજ ઉધના પટેલનગર હેગડેવાર વસાહતમાં રહેતા મિત્ર દિનેશભાઈના રૂમમાં ભાડેથી રહેવા આવ્યો હતો. ગત બુધવારે રાત્રે ૧૦ વાગ્યે તે જમવાનું બનાવતો હતો ત્યારે સ્થાનિક યુવાન ગનિયો ત્યાં આવ્યો હતો અને બૂમ પાડી સંજયને બહાર બોલાવ્યો હતો. સંજય બહાર જતા ગનિયાએ હાલ કોરોના ચાલુ છે, તું અમારા મહોલ્લામાં કેમ રહેવા આવ્યો તેવું કહી ગાળો આપી હતી. સંજયે ગાળો આપવા ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યાં અન્ય ત્રણ સ્થાનિક યુવાનો દીપુ, નેપાલી અને બંટી આવ્યા હતા. તેમણે પણ ગનિયાનું ઉપરાણું લઈ ગાળાગાળી કરી બાદમાં ગનિયા સાથે મળી સંજયને માર માર્યો હતો. સંજયે બચવા પ્રયાસ કરતા ચારેયે લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. બનાવને પગલે લોકો એકત્ર થતા ચારેય હવે આ મકાન કે મહોલ્લામાં દેખાશે તો જીવતો નહીં રહે તેવી ધમકી આપી ચાલ્યા ગયા હર્ટઝ। કોઈકે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા સંજયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. સંજયને હુમલામાં ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું તેમજ ડાબા પગ, માથામાં ઇજા થઇ હતી. બનાવ અંગે ઉધના પોલીસે સંજયની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application