Tapi mitra news:તાપી જીલ્લામાં એકવાર ફરીથી કોરોનાએ માથુ ઉચક્યું છે.વ્યારા તાલુકાના કપુરા ગામની નવજાત બાળકીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
તાપી જીલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના કપુરા ગામના પટેલ ફળીયામાં રહેતી મહિલાની સામાન્ય પ્રસૂતિ જનક હોસ્પિટલ વ્યારા ખાતે તા.26મી મે નારોજ થઈ હતી અને તા.28મી મે નારોજ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી ત્યારબાદ તેમની નવજાત બાળકી ને તાવ ની તકલીફ થતા તા.10મી જુન નારોજ રાત્રે 10:30 કલાકના અરસામાં જનક હોસ્પિટલ ખાતે દાખલ કરાવામાં આવી અને તા.11મી જુન નારોજ સાંજે 6:30 કલાકે સ્મીમેર હોસ્પિટલ સુરત ખાતે વધુ સારવાર અર્થે મોકલવામાં આવી ત્યાંથી તા.12મી જુન નારોજ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રિફર કરાવામાં આવેલ જ્યાં કોવીડ-19 માટે સેમ્પલ લેવામાં આવેલ જે રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નવજાત બાળકી હાલ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે દાખલ છે. આપને અહી એ પણ જણાવી દઈએ છીએ કે, તાપી જીલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવ મળી આવેલ કુલ 6 દર્દીઓ સાજા થઇ ગયા છે. અને તમામને રજા પણ આપી દેવામાં આવી છે આમ અત્યાર સુધી તાપી જીલ્લામાં કુલ 7 કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. (ફાઈલ ફોટો)
high light-નવજાત દીકરી ને તાવ ની તકલીફ થતા તા.10મી જુન નારોજ રાત્રે 10:30 કલાકના અરસામાં જનક હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરાવામાં આવી..
high light-તા.11મી જુન નારોજ સાંજે 6:30 કલાકે સ્મીમેર હોસ્પિટલ સુરત ખાતે વધુ સારવાર અર્થે મોકલવામાં આવી..
high light-તા.12મી જુન નારોજ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રિફર કરાવામાં આવેલ જ્યાં કોવીડ-19 માટે સેમ્પલ લેવામાં આવેલ જે રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application