Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સૂરત શહેરમાં જાહેરનામા ભંગ બદલ ૦૯ આરોપીઓની અટકાયત તથા ૧૦૧ વાહનો જપ્ત

  • June 12, 2020 

Tapi mitra news:કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાને લઈ શહેર પોલિસ દ્વારા આજ રોજ જાહેરનામા ભંગના બદલ વિવિધ કલમો હેઠળ ૦૯ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બિનજરૂરી બહાનાબાજી કરીને બહાર ફરતા ૧૦૧ લોકોના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.નોંધનીય છે કે, લોકડાઉન દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા કુલ ૧૫,૪૬૦ આરોપીઓની જુદા જુદા ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી છે.બિનજરૂરી બહાનાઓ બનાવીને ફરતા ૩૮,૪૬૩ જેટલા લોકોના વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.સુરત શહેરમાં અનલોક-૧ના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેથી કોરોના ની પ્રવર્તમાન સ્થિતિ અનુસાર શહેરીજનોએ માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ તેમજ લોકડાઉનના નિયમોનું જવાબદારીપૂર્વક પાલન કરવા અનુરોધ કરાયો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શહેરીજનોને સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ સૂરત શહેર પોલિસ દ્વારા કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application